સીએમ યોગીના બુલડોઝર એક્શનના સમર્થનમાં ઉતર્યા માયાવતી

અયોધ્યા ગેંગરેપ કેસના મુખ્ય આરોપી સપા નેતા મોઈદ ખાન વિરુદ્ધ યુપી સરકારે જે કાર્યવાહી કરી છે તે સમાજવાદી પાર્ટીને પસંદ આવી નથી. અખિલેશ યાદવે આ કેસમાં ડીએનએ ટેસ્ટ કરાવવાની માગણી કરી.

US senators got it completely wrong: Yogi's bulldozer is a symbol of strong  action against the

અયોધ્યા ગેંગરેપ કેસના મુખ્ય આરોપી સપા નેતા મોઈદ ખાન વિરુદ્ધ યુપી સરકારે જે કાર્યવાહી કરી છે તે સમાજવાદી પાર્ટીને પસંદ આવી નથી. આરોપી સપા સાંસદ અવધેશ પ્રસાદના નજીકનો બતાવવામાં આવી રહ્યો છે. સાંસદ અવદેશ પ્રસાદે સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. બીજી તરફ સપાના વડા અખિલેશ યાદવે આ કેસમાં ડીએનએ ટેસ્ટ કરાવવાની માગણી કરી છે, જેના પર પૂર્વ સીએમ માયાવતીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને સીએમ યોગીની બુલડોઝર કાર્યવાહીનું સમર્થન કર્યું હતું.

Mayawati BSP Party Alliance Update | Rajasthan, Chhattisgarh, MP | 'NDA और  I.N.D.I.A दोनों के साथ हम नहीं': मायावती का ऐलान- अकेले चुनाव लड़ेंगे;  पढ़िए 2024 के लिए बसपा सुप्रीमो का ...

અયોધ્યા ગેંગરેપ કેસને લઇને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યુ કે જેમના ઉપર પણ આરોપ લાગ્યા છે તેમનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવે અને ન્યાય થવો જોઈએ. અખિલેશે કહ્યું કે, આ કેસમાં માત્ર રાજનીતિ જ ન થવી જોઇએ, જે લોકો દોષી છે તેમને કાયદા અનુસાર સજા થવી જોઇએ. આને લઇને બસપા પ્રમુખ માયાવતીએ પૂછ્યું કે સપા સરકારમાં આવા કેટલા ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

मायावती-अखिलेश को दोबारा सत्ता नहीं दिला पाया एक्सप्रेसवे, अब योगी ने खेला  दांव! - UP politics: Mayawati-Akhilesh Vs Yogi in race of power - Uttar  Pradesh AajTak

યુપી સરકાર દ્વારા જે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તે યોગ્ય છે – માયાવતી

Mayawati vs Akhilesh Yadav; Ayodhya Rape Case Bulldozer Action | अयोध्या  गैंगरेप केस में योगी के समर्थन में मायावती: कहा- सरकार की कार्रवाई सही;  केशव बोले- अगर बलात्कारी ...

અખિલેશ યાદવે કહ્યું કે જો ડીએનએ ટેસ્ટમાં લાગેલા આરોપો ખોટા સાબિત થાય છે તો આરોપીઓને છોડવામાં ન આવે, કારણ કે આ જ સાચો ન્યાય છે. બસપા સુપ્રીમો માયાવતીએ પણ અખિલેશના નિવેદનનો જડબાતોડ જવાબ આપતા કહ્યું હતું કે અયોધ્યા ગેંગરેપ કેસમાં આરોપીઓ સામે યુપી સરકાર દ્વારા જે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તે યોગ્ય છે, પરંતુ સપાનું એ કહેવું કે આરોપીઓનો ડીએનએ ટેસ્ટ થવો જોઈએ, તેને શું સમજવામાં આવે. સપાએ એ પણ જણાવવું જોઈએ કે તેમની સરકાર હેઠળ આવા આરોપીઓ સામે કેટલા ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

માયાવતીએ યોગી સરકારને સમર્થન સાથે આપી સલાહ

Election Commission bans UP CM Yogi Adityanath and BSP chief Mayawati

આ ઉપરાંત અન્ય એક પોસ્ટમાં રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા અપરાધના મામલા પર માયાવતીએ કહ્યું કે યુપીમાં અપરાધ નિયંત્રણ અને કાયદો અને વ્યવસ્થાને લઈને વધી રહેલી ચિંતાઓ વચ્ચે ખાસ કરીને મહિલા સુરક્ષા અને ઉત્પીડન વગેરેને લઈને અયોધ્યા અને લખનઉ વગેરેની ઘટનાઓ ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક છે. જાતિ, સમુદાય અને રાજકારણથી ઉપર ઉઠીને સરકાર તેમના નિવારણ માટે કડક પગલાં લે તો સારું.

સપા સાંસદે કહ્યું – આ મુદ્દે કોઈ રાજનીતિ ન થવી જોઈએ

MP Awadhesh Prasad spoke on buying land in Ayodhya | सांसद अवधेश प्रसाद  बोले-अयोध्या में किसानों को लूटा गया: कौड़ियों के दाम देकर अरबों की जमीनें  ली गईं, सबकी ...

અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદે કહ્યું કે આ શરમજનક ઘટના છે. આ એક જઘન્ય ઘટના છે અને તેમાં કાયદાકીય રીતે કડક કાર્યવાહી થવી જોઈએ. કોઈ નિર્દોષને ફસાવવામાં ન આવે અને કોઈ ગુનેગારને બક્ષવામાં ન આવે. અવધેશ પ્રસાદે આરોપી સાથેના પોતાના ફોટો પર જણાવ્યું હતું કે, જનતા દરેક રાજકીય વ્યક્તિ સાથે ફોટા પડાવે છે અને દિલ્હીમાં દરરોજ 500 લોકો મારી સાથે ફોટો પડાવે છે.

સપા સાંસદે કહ્યું કે સમાજવાદી પાર્ટી પીડિતાના પરિવાર સાથે સંપૂર્ણ રીતે ઉભી છે અને અમારી માંગ છે કે ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવે અને સરકારે પીડિત પરિવારની મદદ કરવી જોઈએ. આ કોઈ રાજકીય મુદ્દો નથી. ભાજપે તેના પર રાજનીતિ ન કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *