વાદળ ફાટવાને કારણે શ્રીનગર કારગિલ હાઇવે ખોરવાયો

વાદળ ફાટવાને કારણે અનેક વાહનો પૂરની ઝપેટમાં.

Srinagar-Leh NH blocked due to cloudburst – India TV

દેશના ઉત્તરી પહાડી રાજ્યમાં ભારે વરસાદના પગલે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેમાં ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદથી સર્જાયેલી તબાહીનો સિલસિલો હજુ અટક્યો નથી અને હવે જમ્મુ-કાશ્મીર માં વાદળ ફાટવાના સમાચાર છે. મળતી માહિતી મુજબ ચેરવાન કંગન વિસ્તારમાં વાદળ ફાટ્યા બાદ શ્રીનગર કારગિલ હાઇવે બ્લોક થઈ ગયો હતો. રોડ ખુલ્લો કરવાની કામગીરી ચાલી રહી છે. લોકોને આ માર્ગ પરથી મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે.

Jammu - Srinagar National Highway Update : Traffic Shall Be Allowed From  Both The Sides

બાલતાલ રૂટથી યાત્રા મોકૂફ

અધિકારીઓએ યાત્રીઓને સલાહ આપી છે કે જ્યાં સુધી રસ્તો ખૂલે નહીં ત્યાં સુધી આ માર્ગ પર મુસાફરી કરવાનું ટાળે. હાલ રાજ્યમાં અમરનાથ યાત્રા ચાલી રહી છે. આ યાત્રા માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ જમ્મુ કાશ્મીર તરફ જઈ રહ્યા છે. કડક સુરક્ષા વચ્ચે યાત્રાળુઓનો બીજી ટુકડી પંથા ચોક બેઝ કેમ્પથી પહેલગામ યાત્રા બેઝ કેમ્પ તરફ રવાના થઇ છે. ખરાબ હવામાનને કારણે બાલતાલલ માર્ગની યાત્રા મોકૂફ રાખવામાં આવી છે.

સદનસીબે કોઈ જાનહાનિ નહિ

ગાંદરબલના એડીસી ગુલઝાર અહેમદે જણાવ્યું કે વાદળ ફાટવાની ઘટના મોડી રાત્રે બની હતી. અહીં મોટી માત્રામાં કાટમાળ જમા થયો છે. સદનસીબે કોઈનું મૃત્યુ થયું નથી. અમારી પ્રાથમિકતા રસ્તો સાફ કરવાની છે. અમે એવા લોકોને બચાવ્યા છે જેમના ઘર કાટમાળમાં દબાઈ ગયા છે અને તેમને સુરક્ષિત સ્થાનો પર લઈ ગયા છે. જિલ્લા પોલીસ, વહીવટીતંત્ર અને ખાનગી સંસ્થાઓ સાથે મળીને કામ કરી રહી છે. અમે તેને આજે જ સાફ કરી શકીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *