સાબુદાણા ઉપવાસમાં ખાવામાં આવે છે, તેમાંથી મોટેભાગે ટિક્કી,ખીચડી વગેરે બનાવામાં આવે છે પરંતુ જો તે ખાઈને તમે ઉપવાસ દરમિયાન કંટાળી જાણો છો તો બટાકા અને સાબુદાણાના નગેટ્સ જરૂર ટ્રાય કરો.

શ્રાવણના પવિત્ર મહિનાની આજથી શરૂઆત થઇ ગઈ છે. આ માસમાં ભક્તો ભગવાન શિવની આરાધના કરે છે,
કેટલાક લોકો ઉપવાસ રાખે છે. ઉપવાસ દરમિયાન એક ટાઈમ ફરાળ કરવામાં આવે છે. ત્યારે મોટાભાગે સાબુદાનની ખીચડી અને મોરયાની ખીચડી બનાવામાં આવે છે, પરંતુ સાબુદાણા માંથી તમે અનેક ટેસ્ટી વાનગી બનાવી શકો છો, જેમાંથી એક છે સાબુદાણા નગેટ્સ. આ ખાસ રેસીપી અહીં શેર કરી છે, જે ખુબજ ટેસ્ટી બને છે.
સાબુદાણા ઉપવાસમાં ખાવામાં આવે છે, તેમાંથી મોટેભાગે ટિક્કી,ખીચડી વગેરે બનાવામાં આવે છે પરંતુ જો તે ખાઈને તમે ઉપવાસ દરમિયાન કંટાળી જાણો છો તો બટાકા અને સાબુદાણાના નગેટ્સ જરૂર ટ્રાય કરો, જે ૧૦ મિનિટમાં બની જાય છે અને સ્વાદિષ્ટ બને છે, જે તમને જરૂર ભાવશે અને તમે ફરી બનાવશો. જાણો રેસીપી.
સામગ્રી :
- ૧ કપ સાબુદાણા
- ૩-૪ મોટા બટાકા
- ૧ ચમચી શેકેલા જીરુંનો પાઉડર
- ૧/૨ ચમચી ફરાળી મીઠું
- ૧/૨ ચમચી મરી પાઉડર
- ૨-૩ ઝીણા સમારેલ લીલા મરચા
- કોથમીર
સાબુદાણા નગેટ્સ રેસીપી
- સૌ પ્રથમ એક મોટું પેન ગરમ કરો, એમાં સાબુદાણાને સારી રીતે શેકી લો. શેકાઈ જાય એટલે તેને મિક્ષર ગ્રાઈન્ડરમાં લઇને ગ્રાઈન્ડ કરી લો.
- ગ્રાઈન્ડરમાં પાઉડર થયા બાદ તેને એક મોટા પાત્રમાં ચાળણીમાં નાખો. હવે એ સાબુદાણાના પાઉડરને થોડી વાર સાઈડમાં રાખો.
- બટાકા બાફી લો, તેની છાલ ઉતારીને સાબુદાણાના પાઉડર સાથે પ્રોપર મિક્ષ કરો. હવે એમાં શેકેલા જીરુંનો પાઉડર, ફરાળી મીઠું, મરી પાઉડર, સમારેલ લીલા મરચા અને કોથમીર નાખો.
- હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને લોટ બાંધો, તેને 10 મિનિટ માટે રેસ્ટ આપો. હવે તે લોટના મીડિયમ સાઈઝના નગેટ તૈયાર કરી લો.
- હવે એક મોટા પેનમાં તેલ ગરમ કરો, અને બધા નગેટને ડીપ ફ્રાય કરી લો. બન્ને સાઈડ સારી રીતે ગોલ્ડન બ્રાઉન થઇ જાય એટલે ઉતારીને ગરમ ગરમ સાબુદાણા નગેટને ચટણી સાથે સર્વ કરો.
- તમે દહીં અથવા ફરાળી ચટણી સાથે આ ટેસ્ટ નગેટ ખાઈ શકો છો.