1 એપ્રિલથી પડશે મોંઘવારીની જોરદાર માર, Car, Bike, TV, AC બધુ જ થઇ જશે મોંઘુ

એક એપ્રિલ 2021 થી નવા નાણાકીય વર્ષની શરૂઆત મોંઘવારીના આંચકા સાથે થઇ રહી છે. તમારી જરૂરિયાત અને રોજિંદા ઉપયોગમાં આવનાર ઘણી વસ્તુઓ એપ્રિલથી મોંઘી થઇ જશે. દૂધથી માંડીને હવાઇ સફર સુધી બધુ મોંઘુ થઇ જશે. કારની સવારી મોંઘી થશે તો સ્માર્ટફોન ખરીદવો પણ મોંઘો થઇ જશે.

1 એપ્રિલથી પડશે મોંઘવારીની જોરદાર માર, Car, Bike, TV, AC બધુ જ થઇ જશે મોંઘુ

એક એપ્રિલ 2021 થી નવા નાણાકીય વર્ષની શરૂઆત મોંઘવારીના આંચકા સાથે થઇ રહી છે. તમારી જરૂરિયાત અને રોજિંદા ઉપયોગમાં આવનાર ઘણી વસ્તુઓ એપ્રિલથી મોંઘી થઇ જશે. દૂધથી માંડીને હવાઇ સફર સુધી બધુ મોંઘુ થઇ જશે. કારની સવારી મોંઘી થશે તો સ્માર્ટફોન ખરીદવો પણ મોંઘો થઇ જશે.

કાર, બાઇક ખરીદવું થશે મોંઘુ
કાર અથવા બાઇક ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો 1 એપ્રિલ પહેલાં જ ખરીદી લો, કારણ કે ત્યારબાદ મોટાભાગે કંપનીઓ ભાવ વધારવાની છે. મારૂતિ, Nissan જેવી કંપનીઓના ભાવમાં વધારાની જાહેરાત કરી દીધી છે. Nissan પોતાની બીજી બ્રાંડ Datsun ની ગાડીઓની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

1 એપ્રિલ થી TV પણ મોંઘુ
1 એપ્રિલ 2021 થી ટીવી ખરીદવા મોંઘુ થઇ જશે. ગત 8 મહિનામાં જ ટીવીના ભાવ 3 થી 4 હજાર રૂપિયા સુધી વધી ગયા છે. ટીવે મેન્યુફેચર્સએ ટીવીને પણ PLI સ્કીમ્સમાં લાવવાની માંગ રાખવામાં આવી છે. 1 એપ્રિલ 2021 થી ટીવી  ભાવમાં ઓછામાં ઓછા 2 થી 3 હજાર રૂપિયાનો વધારો થઇ જશે.

AC, ફ્રીજની ઠંડી હવા પણ મોંઘી
આ વર્ષે ગરમીની સીઝનમાં એસી ( air-conditioner- AC) અથવા ફ્રીજ ખરીદનારાઓ પર મોંઘવારીની માર પડવાનું ફાઇનલ છે. 1 એપ્રિલથી AC કંપનીઓના ભાવમાં વધારો કરવાનો પ્લાન કરી રહી છે. કંપનીઓ ક્રૂડ ઓઇલની કિંમતો વધતાં એસીની ભાવ વધારવાની તૈયારી કરી રહી છે. AC બનાવનાર કંપનીઓ ભાવમાં 4-6 ટકા વધારાની યોજના બનાવી રહી છે. એટલે કે પ્રતિ યૂનિટ એસીની કિંમતમાં 1500 રૂપિયાથી 2000 રૂપિયાનો વધારો થઇ શકે છે.

1 એપ્રિલથી મોંઘી થશે હવાઇ મુસાફરી
હવાઇ સફર કરવા માટે હવે તમારે ખિસ્સા ઢીલા કરવા પડશે. સરકારે ઘરેલૂ ઉડાનો માટે ભાડાની ન્યૂનતમ સીમાને 5 ટક વધારવાનો નિર્ણય કર્યો છે. 1 એપ્રિલથી એવિએશન સિક્યોરિટી ફી એટલે કે એએસએફ (Aviation Security Fees) પણ વધવાની છે. 1 એપ્રિલથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે એવિએશન સિક્યોરિટી ફી 200 રૂપિયા હશે. હાલ આ 160 રૂપિયા છે. જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે ફી 5.2 ડોલરથી વધીને 12 ડોલર થઇ જશે. નવા દર એક એપ્રિલ 2021થી લાગૂ થઇ જશે.

મોંઘું થઇ જશે દૂધ
દૂધના ભાવમાં વધારો થઇ શકે છે ખેડૂતોએ કહ્યું કે તે દૂધના ભાવ 3 રૂપિયા વધારીને 49 રૂપિયા પ્રતિ લીટર કરવાની જાહેરાત કરી છે. દૂધના નવા ભાવ 1 એપ્રિલથી લાગૂ થઇ જશે. જોકે ખેડૂતોની ચેતાવણી હતી તે દૂધના ભાવ 55 રૂપિયા પ્રતિ લીટર કરી દેશે. પરંતુ આટલો વધારો કરવામાં નહી આવે. 1 એપ્રિલથી 49 રૂપિયા પ્રતિ લીટર દૂધ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *