ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારે ૬ ઓગસ્ટના રોજ સવારના ૦૬:૦૦ થી સાંજના ૦:૦૦૬ વાગ્યા સુધીમાં ૯૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

SATELLITE SERVICES | India Meteorological Department

ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારે ૬ ઓગસ્ટના રોજ સવારના ૬ થી સાંજના ૬ વાગ્યા સુધીમાં ૯૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે તાપીના નિઝરમાં ૧૭ મીમી વરસાદ વરસ્યો છે. મંગળવારે એકપણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો નથી.

Southwest monsoon weakens in Gujarat scattered showers expected

રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

Animated weather icons on Behance | Weather icons, Weather wallpaper,  Weather

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. નિઝરમાં ૧૭ મીમી, શિનોર ૧૫ મીમી, આંકલાવ ૧૩ મીમી, વ્યારા,ભિલોડા ૧૦ મીમી, ધાનેરા ૯ મીમી, પારડી, માળિયા હાટીના ૭ મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય ૮૮ તાલુકામાં ૧ થી લઇને ૬ મીમી સુધી વરસાદ વરસ્યો છે.

2 killed as heavy rains lash Maharashtra, red alert in Gujarat - India Today

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાતમી ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *