ગુજરાતમાં આજથી કૉંગ્રેસની ન્યાયયાત્રા

ગુજરાત રાજ્યમાં પક્ષ ફરીથી બેઠો થઈ શકશે?

ગુજરાત, કૉંગ્રેસ, ન્યાયયાત્રા

લોકસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બે તબક્કામાં દેશની યાત્રા કરી હતી અને તેની જ તરાહ પર ગુજરાત કૉંગ્રેસ પણ રાજ્યમાં આજથી ન્યાય યાત્રા કરવાનું આયોજન કરી રહી છે.

તાજેતરમાં જ પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીઓમાં ગુજરાતમાં ભાજપના સતત ત્રીજીવાર તમામ બેઠકો પર જીતવાના લક્ષ્યને કૉંગ્રેસે બનાસકાંઠાની લોકસભાની એક બેઠક જીતીને પૂર્ણ થવા નહોતું દીધું.

આ જીતથી કાર્યકરોમાં વધેલા ઉત્સાહને જાળવી રાખવા અને પોતાનું જનસમર્થન વધારવાના હેતુથી કૉંગ્રેસ આ ન્યાયયાત્રાનું આયોજન કરી રહી હોય એમ રાજકીય વિશ્લેષકોનો મત છે.

આ વિશેષજ્ઞોનું એમ પણ માનવું છે કે આ પ્રકારના જનસંપર્ક વધારનારા કાર્યક્રમને સફળતા મળશે તો ગુજરાતમાં કૉંગ્રેસ ફરીથી મજબૂત થઈ રહી છે, એમ કહી શકાશે.

Congress Mukt Bharat: Congress's new slogan? | India News - Times of India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *