સભાપતિ ધનખડ સામે આર-પારના મૂડમાં વિપક્ષ

વિપક્ષ મહાભિયોગ પ્રસ્તાવ લાવી પદેથી હટાવવાની તૈયારી.

Rajya Sabha Chairman Jagdeep Dhankhar walks out, says don't 'politicise'  Phogat issue - The Economic Times

વિપક્ષ રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ કલમ ૬૭ હેઠળ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે. રાજ્યસભામાં શુક્રવારે સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને સભાપતિ જગદીપ ધનખડના ટોન પર સવાલ ઉઠાવ્યા. સભાપતિ જગદીપ ધનખડ ભડક્યા અને તેમને યોગ્ય વર્તનની સલાહ આપી. તે બાદ વિપક્ષી સભ્યોએ ‘દાદાગીરી નહીં ચલેગી’ ના સૂત્રોચ્ચાર કરતાં વોકઆઉટ કરી દીધું. રાજ્યસભામાં વિપક્ષના વર્તનને અયોગ્ય ગણાવતાં નિંદા પ્રસ્તાવ પણ પસાર થયો. હોબાળા અને નિંદા પ્રસ્તાવ બાદ રાજ્યસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ. 

Jaya Bachchan Questions Speaker's Tone in Parliament; Dhankhar Responds on  Decorum - GrowNxt Digital

કલમ ૬૭ (બી) અનુસાર  ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના તમામ તત્કાલીન સભ્યોના બહુમત દ્વારા પસાર અને લોકસભા દ્વારા સંમત એક પ્રસ્તાવ દ્વારા તેમના પદેથી હટાવી શકાય છે. આ માટે ૧૪ દિવસની નોટિસ આપવી જોઈએ. 

Rajya Sabha: Opposition Uproar Over Vinesh Phogat, Dhankhar Walks Out With  'Heavy Heart'

રાજ્યસભામાં વિપક્ષે મલ્લિકાર્જુન ખડગે અંગે ઘનશ્યામ તિવારી તરફથી કરવામાં આવેલી ટિપ્પણીનો મુદ્દો ઉઠાવ્યો. જયરામ રમેશે કહ્યું કે અમુક વાંધાજનક વાતો કહેવામાં આવી હતી. તેની પર તમે કહ્યું હતું કે રુલિંગ આપીશું. તે રુલિંગ શું છે? તેના જવાબમાં સભાપતિ જગદીપ ધનખડે કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે અને ઘનશ્યામ તિવારી બંને મારી ચેમ્બરમાં આવ્યા હતાં. એક-એક બાબત પર નજર રાખવામાં આવી. 

Parliament session LIVE updates: Opposition walks out of Rajya Sabha,  Chairman Dhankhar calls protests 'attempts to destabilise the nation' - The  Hindu

જયરામ રમેશે જણાવ્યુ કે ઘનશ્યામ તિવારીએ કહ્યું હતું કે જો કંઈ પણ વાંધાજનક હોય તો હું ગૃહમાં માફી માગવા તૈયાર છું. ખડગેજી પણ આની પર સંમત હતાં કે કંઈ પણ વાંધાજનક નથી. તે સમયે સમજાયુ નહોતું. મલ્લિકાર્જુન ખડગેના વખાણ કરતાં ઘનશ્યામ તિવારીએ શ્રેષ્ઠ વાતો કહી હતી. કંઈ પણ વાંધાજનક નહોતુ. આ મુદ્દે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ વાતો ગૃહે પણ જાણવી જોઈએ. સભાપતિએ કહ્યું કે ઘનશ્યામ તિવારીએ સંસદીય ભાષામાં પોતાની વાતો કહી. 

अगली बार दरवाजा दिखा दूंगा', जब TMC सांसद को सभापति धनखड़ ने चेताया- दुखी  होकर छोड़ा आसन | VIDEO

જયરામ રમેશે માફી માગવાની માગ કરી. તેની પર સભાપતિએ કહ્યું કે પ્રશંસા માટે કોઈ માફી માગતું નથી. તેઓ માફી માગશે નહીં. પ્રમોદ તિવારીએ કહ્યું કે જે શબ્દ કહ્યા હતાં, તેનું પુનરાવર્તન નથી ઈચ્છતાં. જે ટોન હતો, તે વિપક્ષના નેતા માટે યોગ્ય નહોતો. જયરામ રમેશે કહ્યું કે પરિવારવાદનો આરોપ હતો, પરિવારવાદની વાત હતી. 

Dhankar-Jaya face-off: Chairman schools her on celebrity status after her  I-am-an actor taunt - THE NEW INDIAN

જયા બચ્ચને જગદીપ ધનખડને સંભળાવતા કહ્યું કે હું એક અભિનેત્રી છું અને હાવભાવ સમજી જઉં છું. ધનખડજી મને માફ કરજો પણ તમારો ટોન બરાબર નથી. રાજ્યસભામાં આપણે બધા એક સાથી છીએ. સભાપતિ ધનખડે જવાબ આપ્યો કે જયાજી તમે મહાન સિદ્ધિ મેળવી છે. તમે જાણો છો કે એક એક્ટર, ડાયરેક્ટરનો વિષય છે. હું દરરોજ પુનરાવર્તન કરવા માગતો નથી. દરરોજ તમારી સ્કુલિંગ કરવા માગતો નથી. તમે મારા ટોનને લઈને વાત કરી રહ્યાં છો? બહુ કહેવાય. હું સહન કરીશ નહીં. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *