અમરનાથ યાત્રીઓ માટે ખુશખબર : જાણો આ વર્ષે નોંધણી માટેના નિર્ધારિત નિયમો

દક્ષિણ કાશ્મિરમાં હિમાલયના બરફાચ્છાદિત અમરનાથ ગુફા જે  3880 મીટરની ઊંચાઈએ આવેલી બાબા બર્ફાનીની ગુફાની યાત્રા માટે ભાવિભકતો દર વર્ષે ઉત્સુકતા થી રાહ જોઈ રહ્યા હોય છે તે 56 દિવસની યાત્રા આ વખતે 28 જુને શરૂ થઈ 22 ઓગસ્ટે  સંપન્ન થશે.આ વાર્ષિક યાત્રા માટે નામ- નોધણી 1 એપ્રિલથી શરૂ થશે

યાત્રા નિયમ મુજબ પહેલગામ અને બાલતાલ બંને રૂટ પરથી યોજાશે..

જેમાં ધ્યાન રાખવા જેવા નિયમો 

૧ . યાત્રા દરમિયાન કોરોનાસંબંધી બધી જોગવાઈઓનું પાલન ફરજિયાતપણે કરવાનું રહેશે. સરકારે જાહેર કરેલા ધારાધોરણોનો કડકાઈથી અમલ કરવાનો રહેશે .

૨ . યાત્રાળુઓના નામ નોંધણીનું કાર્ય, પંજાબ નેશનલ બેંક, જમ્મુ એન્ડ કાશ્મિર બેંક તથા યસ  બેંકની દેશભરમાં પથરાયેલી કુલ 446 શાખાઓ ખાતે થઈ શકશે.

૩ . બેંકમાં યાત્રીએ નામ નોધાવતી વખતે રાજય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટદારો દ્વારા જેને  અધિકૃત કરાયા હોય એવા ડોકટર પાસેથી, 15 માર્ચ, 2021 પછી મેળવાયેલું જ  પોતાનું આરોગ્ય – પ્રમાણપત્ર સુપરત  કરવાનું રહેશે.

૪ . શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) નીતિશ્વર કુમારજી ના જણાવ્યા મુજબ :

બોર્ડની વેબસાઈટ પરથી નામ નોંધણીની પ્રક્રિયા, અરજી ફોર્મ અને રાજય પ્રમાણે ઉપરોક્ત બેંકની શાખાઓની સરનામા સહિત યાદી વગેરે સાહિત્ય મળી રહેશે.

૫ . અતિ ઉંચાઈએ આવેલી આવેલી ગુફાની યાત્રાનો માર્ગ કઠિન હોવાથી યાત્રીના આરોગ્ય સંબંધી પ્રમાણપત્રો ફરજિયાતપણે સુપરત કરવાના રહેશે.  બોર્ડની વેબસાઈટનું સરનામુ ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ શ્રી અમરનાથજી શ્રાઈન ડોટ કોમ છે.

૬ . આ વર્ષની યાત્રામાં  કોરોના ના કપરા સમય ને ધ્યાન માં રાખી  :

બા ળકો તથા  75 વર્ષથી મોટા વૃધ્ધો તેમજ જેની ગર્ભાવસ્થાને દોઢ માસ (છ સપ્તાહ)નો સમયગાળો થયો છે. એવી મહિલાઓ જોડાઈ શકશે નહી.

૭ . પરમિટ વગર યાત્રા કરી શકાશે નહિ અને સપ્તાહના પ્રત્યેક દિવસ અને રૂટ માટે યાત્રા સંબંધી પરમિટ અલગ અલગ રહેશે.. આ વર્ષે હેલિકોપ્ટરમાં પ્રવાસ કરનારા યાત્રીઓએ  અગાઉથી નામ નોંધણી કરાવવાની જરૂર નથી. એમની હેલિકોપ્ટર ટિકિટ જ ઉપરોક્ત હેતુ માટે પૂરતો પુરાવો બની રહેશે.

ગત વર્ષે કોરોના વાયરસના રોગચાળાને કારણે અમરનાથ યાત્રા 2020 રદ કરવામાં આવી જેના થી ભાવિભકતોમાં નિરાશાનો માહોલ  જોવાયો હતો . યાત્રા ૨૦૧૯ બાદ આ વર્ષે ૨૦૨૧ માં યોજાશે જે ખુશખબર થી બાબા બર્ફાનીની ગુફા માં બિરાજમાન અમરનાથ બાબા ની યાત્રાનો લ્હાવો લેવા ઉત્સુક ભક્તો માં ખુશી ની લહેર છવાઈ જશે …

જેનો અમો વિશ્વ સમાચાર ની ટીમ ને પણ ખુબ આનંદ થઈ રહ્યો છે. આશા રાખીએ છે આપ સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ થાય , જે ઉત્સાહ ને જોશ થી  આપ સર્વે યાત્રાની રાહ જોઈ રહયા છો તેજ ઉત્સાહ થી યાત્રાના નિયમો ને સાથે સાથે મહામારી ને ધ્યાન માં રાખીને સરકાર ધ્વારા નિર્ધારિત નિયમો પણ ના ભૂલી યાત્રા કરશો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *