મેમનગર, નેહરુનગર, આંબલી ગામ, બોપલ, એસ.જી રોડ, આંબાવાડી, પ્રહલાદનગર, સોલા, બોડકદેવ, શ્યામલ ચાર રસ્તા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં મેઘરાજા ભરપૂર મહેર વરસાવી રહ્યા છે, ત્યારે આજે અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. મહત્વપૂર્ણ છે કે આજે હવામાન ખાતાએ અમદાવાદમાં વરસાદની આગાહી કરી છે.
મેમનગર, નેહરુનગર, આંબલી ગામ, બોપલ, એસ.જી રોડ, આંબાવાડી, પ્રહલાદનગર, સોલા, બોડકદેવ, શ્યામલ ચાર રસ્તા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો