વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરી છે. પીએમએ સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને આ અભિયાનની શરૂઆત કરી છે. આ સાથે પીએમે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાની પ્રોફાઇલ પિક્ચર પણ બદલી નાખ્યો છે. અત્યાર સુધી પીએમ પોતાની તસવીર હતી, પરંતુ હવે તેમણે ફેરફાર કરતા તિરંગો લગાવી દીધો છે. આ પહેલા ૨૮ જુલાઈના રોજ પીએમ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં હર ઘર તિરંગા અભિયાન વિશે વાત કરી હતી.
પીએમ મોદીએ શું કહ્યું
પીએમ મોદીએ ડીપી બદલીને લખ્યું કે સ્વતંત્રતા દિવસ નજીક આવી ગયો છે. આ વખતે પણ ફરી એકવાર સ્વતંત્રતા દિવસને યાદગાર બનાવો અને તેને જન આંદોલન બનાવો. પીએમે લખ્યું કે હું મારી પ્રોફાઇલ પિક્ચર બદલી રહ્યો છું. આ સાથે જ હું તમને પણ તિરંગાની ઉજવણી મનાવવાનો પણ આગ્રહ કરું છું. આ સિવાય પીએમે https://harghartiranga.com લિંક પણ શેર કરી અને લખ્યું કે તમે બધાએ તમારી સેલ્ફી અવશ્ય શેર કરો.
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદીના આહવાન પર ગયા વર્ષે પણ હર ઘર તિરંગા અભિયાન યોજાયું હતું. આ અભિયાનમાં સરકાર, ભાજપના નેતાઓ અને જનતાએ ભાગ લીધો હતો. ગયા વર્ષે પીએમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમ ચલાવ્યો હતો.
ભાજપે વ્યાપક તૈયારીઓ શરુ કરી
પીએમ મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવાની સાથે જ ભાજપે તેની વ્યાપક તૈયારીઓ કરી લીધી છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના તમામ કાર્યકર્તાઓને તેની સફળતા સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે. આ સિવાય ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગના જણાવ્યા અનુસાર ભાજપ ૧૧ અને ૧૩ ઓગસ્ટે દરેક વિધાનસભામાં તિરંગા યાત્રા કાઢશે. તરુ ચુગના જણાવ્યા અનુસાર, ૧૨, ૧૩ અને ૧૪ ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને યુદ્ધ સ્મારકો પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. આ સાથે જ ૧૪ ઓગસ્ટે પાર્ટી વિભાજન વિભીષિકા દિવસ પણ મનાવશે.