હિંડનબર્ગ રિસર્ચ નો સેબી વડા માધવી પુરી બુચ પર ગંભીર આરોપ

હિંડનબર્ગ રિસર્ચે રિપોર્ટમાં દાવો કર્યો છે કે,સેબી ચીફ માધવી પુરી બુચ અને તેના પતિ ધવલ બુચે તે જટિલ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરી વિદેશી ફંડોમાં રોકાણ કર્યું છે જેનો ઉપયોગ વિનોદ અદાણીએ કર્યો હતો.

Hindenburg Madhabi Puri Buch: હિંડનબર્ગ રિસર્ચ નો સેબી વડા માધવી પુરી બુચ પર ગંભીર આરોપ, અદાણી ગ્રૂપનો પણ ઉલ્લેખ, વાંચો સંપૂર્ણ રિપોર્ટ

હિંડનબર્ગ રિસર્ચે ગૌતમ અદાણી બાદ હવે ભારતીય શેરબજાર નિયામક માધવી પુરી સામે ગંભીર આક્ષેપ કર્યા છે. શનિવારે અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને ભારત વિશે નવો ખુલાસો કરવાની જાણકારી આપી હતી અને હવે નવું એક્સપોઝર કર્યું છે.

અગાઉ જાન્યુઆરી ૨૦૨૩માં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના કોર્પોરેટ જૂથ અદાણી ગ્રૂપ પ ગેરરીતિના ગંભીર આરોપ બાદ આ વખતે હિંડનબર્ગ રિસર્ચ સેબીના ચેરપર્સન માધવી બુચ અને તેમના પતિ ધવલ બુચ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. વ્હિસલબ્લોઅરે નવા ખુલાસો દાવો કર્યો છે કે, માધવી પુરી બુચ અને તેના પતિ ધવલ બુચે એ જટિસ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરી વિદેશી ફંડોમાં રોકાણ કર્યું છે જેનો ઉપયોગ વિનોદ અદાણીએ કર્યો હતો. તમને જણાવી દઇયે કે, વિનોદ અદાણી ગૌતમ અદાણીના ભાઇ છે.

After Exposing Adani Group Hindenburg Hints At New Strike! | After Exposing  Adani Group Hindenburg Hints At New Strike!

હિંડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટમાં સેબી ચેરપર્સન માધવી પુરી બુચ પર ગંભીર આરોપ

હિંડનબર્ગ રિસર્ચે નવા રિપોર્ટમાં કહ્યું છે, અમે અગાઉ જોયું છે કે કેવી રીતે અદાણી ગંભીર નિયમનકારી હસ્તક્ષેપ વિના સંપૂર્ણ વિશ્વાસ સાથે કામ કરવાનું ચાલુ રાખે છે. અદાણી અને સેબીના ચેરપર્સન, માધવી બુચ વચ્ચેના સંબંધો દ્વારા આ વાત સમજી શકાય છે. ’

અમેરિકન શોર્ટ સેલર કંપનીએ આરોપ લગાવ્યો હતો કે સેબીએ ઇન્ડિયા ઇન્ફોલાઇન: ઇએમ રિજર્જન્ટ ફંડ અને ઇમર્જિંગ ઇન્ડિયા ફોકસ ફંડ્સ (India Infoline: EM Resurgent Fund and Emerging India Focus Funds) દ્વારા સંચાલિત અદાણીના અન્ય શંકાસ્પદ શેરહોલ્ડરો સામે હજી સુધી કોઇ કાર્યવાહી કરી નથી.

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં કહે છે, અમને ખબર નથી પડી કે સેબીના હાલના ચેરપર્સન માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચનો એ જ ફોરેન ઓફશોર બરમુડા અને મોરેશિયસ ફંડમાં હિસ્સો છે, જેનો ઉપયોગ વિનોદ અદાણીએ કર્યો હતો. હિંડનબર્ગ રિસર્ચના નવા દાવા અનુસાર, ઓફશોર મોરેશિયસ ફંડની સ્થાપના અદાણી ગ્રૂપના ડિરેક્ટર દ્વારા ઇન્ડિયા ઇન્ફોલાઇન દ્વારા કરવામાં આવી હતી અને તે ટેક્સ હેવન મોરેશિયસમાં રજિસ્ટર્ડ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ જ ફંડનો ઉપયોગ સેબીના ચેરપર્સન અને તેમના પતિ કરી રહ્યા છે, જે ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી કરી રહ્યા હતા.

હિંડનબર્ગ રિસર્ચની નવી રિપોર્ટમાં દાવો કરાયો છે કે, માધવી બુચ અને તેના પતિ ધવલ બુચે 5 જૂન, 2015ના રોજ સિંગાપોરમાં પ્રથમ વખત IPE Plus Fund ૧ ઓપન કરાવ્યું હતુ. IIFL માં ફંડ અંગેની માહિતી સાથેના એક દસ્તાવેજમાં તેમના રોકાણનો સ્ત્રોત પગાર તરીકે દર્શાવવામાં આવ્યો હતો અને આ દંપતીની નેટવર્થ આશરે ૧૦ મિલિયન ડોલર હતી.

Gautam Adani, Madhabi Buch, Hindenburg research

હિંડનબર્ગ રિસર્ચ ના રિપોર્ટ બાદ નવો વિવાદ

હિંડનબર્ગ રિસર્ચ ફર્મે જણાવ્યું કે, વ્હિસલબ્લોઅર પાસેથી મળેલા દસ્તાવેજો અનુસાર, ૨૨ માર્ચ, ૨૦૧૭ના રોજ, માધવી બુચની રાજકીય નિમણૂક પહેલા, માધવી પુરી બુચના પતિ ધવલ બુચે મોરેશિયસ ફંડના એડમિનિસ્ટ્રેટર ટ્રાઇડન્ટ ટ્રસ્ટને એક પત્ર લખ્યો હતો. આ ઈમેલમાં તેમણે ગ્લોબલ ડાયનામિક ઓપોર્ચ્યુનિટીઝ ફંડ (જીડીઓએફ) (Global Dynamic Opportunities Fund (GDOF) માં પોતાના અને પત્નીના રોકાણ વિશે માહિતી આપી હતી. આ પત્રમાં ધવલ બુચે એકાઉન્ટ ઓપરેટ કરવા માટે એકમાત્ર અધિકૃત વ્યક્તિ’ હોવાની અરજી કરી હતી. એવું લાગતું હતું કે આ રાજકીય નિમણૂક પહેલાં તેઓ પોતાની પત્નીના નામે રહેલી તમામ એસેટ્સ દૂર કરવા માગે છે.

ત્યારબાદ ૨૫ ફેબ્રુઆરી, ૨૦૧૮ એટલે કે જ્યારે માધવી પુરી બુચ સેબીના ફુલ ટાઇમ મેમ્બર હતા, તે સમયના દસ્તાવેજોમાંથી જાણવા મળ્યું છે કે, તેમણે વ્યક્તિગત ધોરણે India Infoline ના ફંડમાં યુનિટ્સને રિડીમ કરવા માટે તેમના પર્સનલ જીમેલ એકાઉન્ટનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

હિંડનબર્ગ રિસર્ચ દ્વારા બહાર પાડવામાં આવેલા ડોક્યુમેન્ટ અનુસાર, ૨૬ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ માધવી પુરી બુચના પર્સનલ ઇમેઇલને એક પત્ર મોકલવામાં આવ્યો હતો, જેમા સ્ટ્રક્ચરની વિગતો જાહેર કરવામાં આવી હતી – જીડીઓએફ સેલ ૯૦ (આઇપીઇપ્લસ ફંડ ૧) (GDOF Cell ૯૦ (IPEplus Fund ૧).

આ મુજબ તે સમયે બુચની કુલ ૮૭૨,૭૬૨.૨૫ ડોલરની હિસ્સેદારી હતી.

ત્યારબાદ ૨૫ ફેબ્રુઆરી, ૨૦૧૮ ના રોજ જ્યારે માધવી પુરી બુચ સેબીના પૂર્ણ સમયના સભ્ય હતા, તે સમયના દસ્તાવેજ પરથી જાણવા મળ્યું છે કે, તેમણે વ્યક્તિગત રીતે ઇન્ડિયા ઇન્ફોલાઇનને ફંડમાં યુનિટ રિડીમ કરવા માટે તેમના પર્સનલ જીમેલ એકાઉન્ટનો ઉપયોગ કરવા, તેમના પતિના નામે પર બિઝનેસ કરવામાટે જણાવ્યું.

sebi | madhabi puri buch | sebi rules | sebi chairperson madhabi puri buch

અગોરા પાર્ટનર્સમાં ૧૦૦ % હિસ્સો

હિંડનનબર્ગ રિસર્ચના તાજેતરના અહેવાલ અનુસાર, એપ્રિલ ૨૦૧૭ થી માર્ચ ૨૦૨૨ સુધી સેબીના પૂર્ણ-સમયના સભ્ય અને અધ્યક્ષ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેઓ સિંગાપોરની ઓફશોર કન્સલ્ટિંગ ફર્મ અગોરા પાર્ટનર્સમાં ૧૦૦ % શેરહોલ્ડર હતા. સેબીના ચેરપર્સન બન્યાના બે સપ્તાહ બાદ ૧૬ માર્ચ, ૨૦૨૨ના રોજ તેમણે ચૂપચાપ તમામ શેર પોતાના પતિને ટ્રાન્સફર કરી દીધા હતા.

તમને જણાવી દઇયે કે, અગોરા પાર્ટનર્સ પીટીઇ લિમિટેડની ૨૭ માર્ચ, ૨૦૧૩ના રોજ સિંગાપોરમાં નોંધણી થઈ હતી. કંપની પોતાને બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ફર્મ તરીકે વર્ણવે છે. કંપનીના ૨૦૧૪ના વાર્ષિક રિટર્ન અનુસાર, માધવી પુરી બુચે તે સમયે પોતાને ૧૦૦ % શેરહોલ્ડર બતાવ્યા હતા.

રિપોર્ટ અનુસાર, સેબીના ચેરપર્સન માધવી પુરી બુચ હાલમાં ભારતીય કન્સલ્ટિંગ બિઝનેસ કંપની અગોરા એડવાઇઝરીમાં ૯૯ % હિસ્સો ધરાવે છે, જ્યારે તેમના પતિ કંપનીમાં ડિરેક્ટર છે. ૨૦૨૨ માં, કંપનીએ કન્સલ્ટિંગથી ૨,61,૦૦૦ કરોડ ડોલરની આવક મેળવી હતી, જે સેબી તરફથી નોંધાયેલા માધવી પુરી બુચના પગાર કરતા ૪.૪ ગણી વધારે છે.

હિંડનબર્ગ રિસર્ચે એવો પણ ખુલાસો કર્યો છે કે માધવી બુચ સેબીમાં પૂર્ણકાલીન સભ્ય તરીકે કામ કરતા હતા, ત્યારે તેમના પતિને ૨૦૧૯માં બ્લેકસ્ટોન નામની કંપનીમાં સિનિયર એડવાઇઝર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેના પતિની લિંક્ડઇન પ્રોફાઇલ અનુસાર, તેમણે અગાઉ કોઈ ફંડ, રિયલ એસ્ટેટ અથવા કેપિટલ માર્કેટ માટે કામ કર્યું ન હતું.

What Hindenburg has got wrong

હિંડનબર્ગ રિસર્ચનો જાન્યુઆરી ૨૦૨૩માં અદાણી ગ્રૂપ પર કોર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટા કૌભાંડ નો આરોપ

અમેરિકાની આ શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચ એ જાન્યુઆરી ૨૦૨૩માં ગૌતમ અદાણીની મલ્ટીનેશનલ કંપની અદાણી ગ્રૂપ પર શેર ટ્રેડિંગમાં ગેરરીતિ, એકાઉન્ટમાં છેડછાડ સહિત ઘણા નાણાંકીય ગંભીર આરોપ લગાવ્યા હતા. જો કે અદાણી ગ્રૂપે તમામ આરોપ ફગાવી દીધા હતા. જે બાદ અદાણી ગ્રૂપના શેરમાં મોટા કડાકા બોલાયા અને કંપનીની માર્કેટ વેલ્યુએશનમાં જંગી ધોવાણ થયુ હતુ. પરિણામ ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ ધરખમ ઘટાડો થયો હતો અને તેઓ અબજોપતિઓની યાદીમાં ખૂબ જ નીચા સ્તરે પહોંચી ગયા હતા. સેબીની એક વર્ષ લાંબી તપાસ અને કેસ બાદ અદાણી ગ્રૂપને જાન્યુઆરી ૨૦૨૪માં રાહત મળી હતી અને સુપ્રીમ કોર્ટે તમામ આરોપ સાબિત ન થવાનું જણાવી ક્લિનચીટ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *