કેજરીવાલે હવે કઈ કોર્ટમાં છોડી દેવા અરજી કરી ?

 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કથિત દારૂ કૌભાંડને લઈને જામીન માટે સોમવારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કેજરીવાલે તેમની સીબીઆઇ ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. તેમના વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ વહેલી સુનાવણીની માંગ કરી હતી. જેમાં ચીફ જસ્ટિસે તેમને ઔપચારિક ઈ-મેઈલ રજીસ્ટ્રીને મોકલવા કહ્યું હતું.

Arvind Kejriwal Delhi liquor Scam : अरविंद केजरीवाल की अर्जी पर आज सुप्रीम  कोर्ट में सुनवाई, क्या आ पाएंगे जेल से बाहर?

સુપ્રીમ કોર્ટે ઈડી કેસમાં અરવિંદ કેજરીવાલને પહેલા જ વચગાળાના જામીન આપી દીધા છે. પરંતુ સીબીઆઈ કેસમાં તેમને હજુ સુધી જામીન મળ્યા નથી. દિલ્હી હાઇકોર્ટે ધરપકડ વિરુદ્ધ કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી અને જામીન માટે ટ્રાયલ કોર્ટમાં જવા કહ્યું હતું.

Delhi Liquor Policy Scam Case; Arvind Kejriwal Wife Sunita Kejriwal |  सुनीता केजरीवाल बोलीं-अरविंद कल कोर्ट में बताएंगे पैसा कहां गया: कहा-  उन्हें डायबिटीज, शुगर लेवल ठीक ...

અરવિંદ કેજરીવાલને મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે જામીન આપ્યા હતા. જો કે, દિલ્હી હાઇકોર્ટે ૨૫ જૂને આ આદેશ પર રોક લગાવી દીધી હતી. આ પછી અરવિંદ કેજરીવાલે હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જ્યાંથી તેમને ૧૨ જુલાઈના રોજ વચગાળાના જામીન મળ્યા હતા. આ દરમિયાન સીબીઆઈએ તેમની ધરપકડ કરી હતી. ત્યારથી તે તિહાર જેલમાં બંધ છે.

Kejriwal to surrender to Tihar authorities tomorrow as his bail period  expires - The Statesman

દિલ્હી હાઇકોર્ટે સીબીઆઇ મામલામાં કેજરીવાલની જામીન અરજી પર ચુકાદો આપ્યો નથી. ૨૯ જુલાઈએ સુનાવણી બાદ ચુકાદો અનામત રાખી દીધો હતો. તે જ દિવસે સીબીઆઇ દ્વારા કેજરીવાલ સહિતના સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *