સોશિયલ મિડિયાનો ઉપયોગ કે દુરૂપયોગ : જાણો સ્ત્રી વર્ગ માટે કેમ છે ચિંતાની વાત

અવારનવાર સોશિયલ મિડિયાનો એક તરફી પ્રેમ કે પોતાની અંદરની બદલાની ભાવના ને તૃપ્ત કરવા માટે કરવામાં આવતા સોશિયલ મિડિયાના દુરૂપયોગ કિસ્સા બહાર આવતા રહે છે.  એક સર્વે મુજબ જેનો ભોગ ૭૦ થી ૮૦ %  કિસ્સાઓ માં સ્ત્રીઓ બનતી રહી છે.

તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં રહેતી પરિણીતાએ બદનામી કરવાનો પ્રયાસ કરનાર સામે ફરિયાદ નોંધાવી.

3૪ વર્ષની આ પરિણીતાઈન્સ્ટાગ્રામ અને વોટ્સ-એપનો ઉપયોગ કરે છે. ગઈકાલ ના રોજ રાતે મહિલા ઘરે જ હતી . જયારે તેમને એક વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જેમાં પરિણીતાને તેના જ ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલાઈ હતી.

જેમાં કોઈ વ્યક્તિએ તેઓ ના નામનું બનાવટી ઈન્સ્ટા આઈડી બનાવ્યું હોવાનું જણાયું હતું. આ આઈડીમાં તેમનો જ ફોટો મુકવામાં આવ્યો હતો.

ફેસબૂક એકાઉન્ટ પરથી ફોટો મેળવી લઈને નકલી ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવીને તે અજાણી વ્યક્તિ ધ્વારા તેમના ઓળખિતા મિત્રોને ફ્રેન્ડશીપ રિકવેસ્ટ મોકલવામાં આવી હતી. આ બાબતે મહિલાએ તેમના પતિને જાણ કરતાં તેમના ધ્વારા સાયબર ક્રાઈમ માં અરજી કરવામાં આવેલ છે . આ રીતે ઈન્સ્ટાગ્રામ ઉપર પરિણીતાની પરેશાની કરતાં અજાણ્યા શખ્સ સામે સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ છે .

આ અહેવાલ મુજબ આજ સુધી બનેલ અનેક ઘટનાઓમાંથી એક ઘટનાને વિશ્વ સમાચારના વાંચકોના સમક્ષ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે .

હાલ માં જ કરાયેલ એક સર્વેની માહિતી મુજબ : ભારતમાં ૮૦કરોડ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાંથી ૩૮ કરોડ મહિલાઓ છે.સર્વેમાં જણાવેલ માહિતી મુજબ ૮૦% લોકો સાયબર ગુનાઓનો શિકાર બની રહ્યા છે અને 63% લોકોને ખબર નથી હોતી કે સાયબર ગુનાઓ પર ક્યાં ફરિયાદ કરવી. જેથી ગુનાઓ સામે નથી આવી શકતા.

જેથી વિશ્વ સમાચારની તેના દરેક વાંચકો ને નમ્ર અપીલ છે કે ઇન્ટરનેટનો ઉપયોગ ના ફાયદા છે તો નુકસાન પણ છે. તે ધ્યાન માં રાખી સમજી  વિચારી સતર્કતા થી ઉપયોગ કરો અજાણ્યા લોકો પર આંખ બંધ કરી વિશ્વાસ ન કરો . ભારતમાં દર ૧૦ મીનીટમાં એક સાયબર ગુનાની નોધણી થાય છે . જેનો ભોગ બનતા બચો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *