છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં રાજ્યમાં વરસાદે વિરામ લીધો હતો ત્યારે હવે ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કેટલાક સ્થળોએ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક સ્થળોએ વરસાદની આગાહી કરી છે.
આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
૧૫ ઓગસ્ટની આગાહી
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, ૧૫ ઓગસ્ટે ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. જ્યારે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
૧૬ ઓગસ્ટ માટે હવામાન વિભાગે આગાહી કરેલી આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.