વેઈટેડ પ્રાઈસ ઇન્ડેક્સને સાંકળીને નક્કી કરેલી ફોર્મ્યુલાને આધારે 31મી માર્ચે વધારો નક્કી કરાશે
૧ એપ્રિલ ૨૦૨૧ થી ટોલ પ્લાઝા પર લેવામાં આવતા ચાર્જમાં અંદાજે 6થી 7 ટકાનો વધારો થવાની સંભાવના હોવાનું ગુજરાતના ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના સૂત્રોનું કહેવું છે.
નેશનલ હાઈ વૅ ઓથોરિટી ઑફ ઇન્ડિયા દર વરસે વેઈટેડ પ્રાઈસ ઇન્ડેક્સને સાંકળીને નક્કી કરવામાં આવેલી ફોર્મ્યુલાને આધારે ટોલના નવા દર નક્કી કરશે . આ ફોર્મ્યુાલ મુજબ આ વર્ષે છથી સાત ટકાનો વધારો આવવાની ધારણા મૂકવામાં આવી રહી છે.
વેઈટેડ પ્રાઈસ ઇન્ડેક્સના આંક 31મી માર્ચે આવે છે તેને આધારે નક્કી કરેલી ફોર્મ્યુલા મુજબ ટોલ ચાર્જિસમાં વધારો કરવામાં આવે છે. ડબ્લ્યુપીઆઈના 40થી 50 ટકા જેટલો વધારો અમલમાં મૂકવામાં આવે છે. વેઈટેડ પ્રાઈસ ઇન્ડેક્સની એવરેજ કાઢીને તેને આધારે ફોર્મ્યુલા મુજબનો વધારો કરવામાં આવે છે.
ટોલ પ્લાઝા પર ઊભા ન રહેવું પડે તે માટે માસિક પાસ પણ ઇશ્યૂ કરવામાં આવે છે . પાસની કિંતમાં પણ મહિને રૂા. 10થી 20નો વધારો આવી શકે છે. ફેબુ્રઆરીની મધ્યમાં દરેક વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવી દેવાની કરવામાં આવેલી જાહેરાત બાદ હવે ટોલ ચાર્જિસમાં વધારો કરવાનું આયોજન ચાલી રહેલ છે.
ટોલ પ્લાઝા પર વાહનોને ઊભા રહેવાની પડતી ફરજને કારણે દર વર્ષે રૂા.2000 કરોડના પેટ્રોલ, ડિઝલ અને અન્ય ઇંધણનું નુકસાન થાય છે. જે ધ્યાન માં રાખી ફાસ્ટેગનો ઉપયોગ કરીને ટોલ પ્લાઝા પર વાહનોને ઊભા રહેવાની ફરજ ન પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પીક અવર્સ એટલે કે ભારે ધસારાના સમયગાળા દરમિયાન કોઈ વાહન લઈ જાય તેવા સંજોગોમાં તેમણે વધુ રકમ ટોલ તરીકે ચૂકવવી પડશે. નોન પીક અવર્સમાં જનારાઓને વાહનની પાસે ઓછો ટોલ લેવામાં આવશે.