સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેનો પ્રજાજોગ સંદેશ

 ‘વિકાસ ભી વિરાસત ભી’ ગુજરાતે ભલિ-ભાંતિ સાકાર કર્યુ છે.

Gujarat Chief Minister Bhupendrabhai Patel hoists the national flag on  Independence Day

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૭૮માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યુ છે કે, આઝાદીના સાડા સાત દાયકા પૂર્ણ કરીને આપણો ગૌરવ વંતો દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગે કદમ ભરી રહ્યો છે. આપણને આઝાદી અપાવનારા રાષ્ટ્ર વીરોનું ભારત માતાને વિશ્વ ગુરુ બનાવવાનું સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાને વિકસિત-આત્મનિર્ભર-ઉન્નત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનું વિઝન આપ્યું છે, આ વિઝનને હાંસલ કરવા ગુજરાતે પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ રાખી છે.

તેમણે કહ્યું છે કે, આઝાદીના સાડાસાત દાયકા પૂર્ણ કરીને આપણો ગૌરવવંતો દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગેકદમ ભરીરહ્યો છે.આપણને સૌને આઝાદીની મુક્ત હવામાં શ્વાસ લેવાનું જે સૌભાગ્ય મળ્યું છે તેના મૂળમાં અનેક વીરોના ત્યાગ, સમર્પણ અને બલિદાનની ગાથા પડેલી છે. ભારત માતાને વિદેશી શાસનમાંથી મુક્તિ અપાવવા વર્ષોના વર્ષો સંઘર્ષ કરનારા, બ્રિટીશરોની લાઠી ગોળી ખાનારા આપણા એ વડીલ સ્વાતંત્ર વીરોને આજે નત મસ્તક નમન કરીએ.

તેમણે એમ પણ કહ્યું છે કે, સમગ્ર સૃષ્ટિનું ગ્રીન કવર વધારવા અને ધરતી માતાને હરિયાળી બનાવવા તેમણે ‘એક પેડ માં કે નામ’નો નવતર અભિગમ અપનાવવા સૌને પ્રેરિત કર્યા છે. ‘વિકાસ ભી વિરાસત ભી’ ગુજરાતે ભલિ-ભાંતિ સાકાર કર્યુ છે.યાત્રા ધામો, તીર્થસ્થાનોની વિરાસતનો આધુનિક ઓપ સાથે વિકાસ કર્યો છે.વિવિધ જિલ્લાઓની હસ્ત કલા કારીગરી, ગૃહ ઉદ્યોગ ઉત્પાદનો, ખાન પાનની પ્રખ્યાત ચીજ વસ્તુઓ, મેળાઓ, લોક ઉત્સવો એ બધાની આગવી ઓળખ દેશ અને દુનિયામાં ‘વોકલ ફોર લોકલ’થી ઊભી કરી છે.

ઉદ્યોગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કૃષિ, શિક્ષણ, આરોગ્ય સહિતના સામાજિક ક્ષેત્રના વિકાસને પણ કેન્દ્રસ્થાને રાખ્યા છે.ગ્યાન’ એટલે કે ગરીબ, અન્નદાતા, યુવા અને નારી શક્તિના સર્વગ્રાહી વિકાસને પણ પ્રાથમિકતા આપી છે. ગરીબ, વચિંત, છેવાડાના અને આદિજાતિઓના કલ્યાણ માટે આ સરકાર સમર્પિત છે.પ્રધાનમંત્રી ગરીબ ક્લ્યાણ અન્ન યોજનામાં સાડા ત્રણ કરોડથી વધુ ગરીબોને વિનામૂલ્યે અનાજ આપી કોઇ ભૂખ્યું ન સૂવે એની કાળજી લીધી છે.આવાસ, આહાર અને આરોગ્ય સુલભતાએ મળે તે સુનિશ્ચિત કર્યું છે.

રાજ્યના ૧૫ લાખ ખેડૂતોએ ૨૩ લાખ હેક્ટરથી વધુ જમીનમાં માઈક્રો ઈરિગેશન અપનાવ્યું છે.પીવાના અને ખેતીના પાણી માટે જળસંચયની સુજલામ સુફલામ યોજના દિશાદર્શક બની છે.આ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાનના સાતમાં તબક્કામાં આપણી જળસંગ્રહ ક્ષમતામાં ૧૧,૫૨૩ લાખ ઘનફૂટનો વધારો થયો છે.નર્મદાના પાણી કેનાલ અને પાઈપલાઈન નેટવર્ક દ્વારા કચ્છના છેવાડાના ગામ મોડકૂબા સુધી પહોંચ્યા છે.વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો ધ્યેય સિદ્ધ કરવામાં આ ૭૮ મું સ્વતંત્રતા પર્વ આપણને નવી પ્રેરણા પૂરી પાડશે એવો મને વિશ્વાસ છે.

Happy Independence Day 2024: Top 30+ wishes, images, quotes, SMS, Facebook  and WhatsApp status to share on August 15 - Hindustan Times

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *