૬.૩ની તીવ્રતાના જોરદાર ભૂકંપથી હચમચ્યું તાઈવાન

ગગનચૂંબી ઈમારતો ડોલતાં લોકોમાં ફફડાટ.

6.3ની તીવ્રતાના જોરદાર ભૂકંપથી હચમચ્યું તાઈવાન, ગગનચૂંબી ઈમારતો ડોલતાં લોકોમાં ફફડાટ 1 - image

તાઇવાનમાં વહેલી સવારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશનના જણાવ્યાનુસાર ભૂકંપની તીવ્રતા ૬.૩ મપાઈ હતી. અત્યાર સુધી ભૂકંપથી કોઈ જાનહાનિના કે માલહાનિના અહેવાલ તો સામે આવ્યા નથી પરંતુ ભૂકંપનો આંચકો ભારે હોવાથી લોકોમાં ડર ફેલાયો હતો. 

6.4-magnitude earthquake strikes off east coast of Taiwan | Taiwan | The  Guardian

ઈમારતો હચમચી ગઈ, લોકોમાં ફફડાટ 

માહિતી અનુસાર ભૂકંપનો આંચકો એટલો જોરદાર હતો કે રાજધાની તાઈપેમાં આવેલી ઈમારતો હચમચી ગઇ હતી. અધિકારીઓએ કહ્યું કે શહેરમાં હાલમાં મેટ્રો સેવાઓ ધીમી ગતિએ ચાલુ છે. લોકો માટે સમુદ્ર સંબંધિત હાઈવે પર ગાડી હંકારતી વખતે સાવચેત રહેવા કહેવાયું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *