અમદાવાદ તરફ આવતી સાબરમતી એક્સપ્રેસના ૨૨ ડબા પાટા પરથી ખડી પડ્યાં

મોડી રાતે લગભગ ૦૨:૩૦ વાગ્યે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. ગાડી નંબર ૧૯૧૬૮ સાબરમતી એક્સપ્રેસના ૨૨ ડબા પાટા પરથી ખડી પડતાં હાહાકાર મચી ગયો હતો. આ દુર્ઘટના ભીમસેન ખંડમાં ગોવિંદપુરી સ્ટેશન નજીક સર્જાઈ હતી. ડ્રાઈવરના જણાવ્યાનુસાર પ્રથમ દૃષ્ટિએ બોલ્ડર એન્જિન સાથે અથડાયો હતો અને એન્જિનનું કેટલ ગાર્ડ ખરાબ રીતે નુકસાનગ્રસ્ત થયું હતું જેના લીધે આ ઘટના બની. 

22 coaches of Sabarmati Express derailed in Kanpur | કાનપુરમાં સાબરમતી  એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા: વારાણસીથી અમદાવાદ જઈ રહી હતી;  બચાવ કામગીરી ચાલુ ...

અમદાવાદ આવી રહી હતી ટ્રેન 

22 coaches of Sabarmati Express derailed in Kanpur | કાનપુરમાં સાબરમતી  એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા: વારાણસીથી અમદાવાદ જઈ રહી હતી;  બચાવ કામગીરી ચાલુ ...

અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ ટ્રેન વારાણસીથી અમદાવાદ તરફ જઈ રહી હતી. ઘટનાસ્થળે રેલવે કર્મીઓનો સ્ટાફ દોડી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. 

22 coaches of Sabarmati Express derailed in Kanpur | કાનપુરમાં સાબરમતી  એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા: વારાણસીથી અમદાવાદ જઈ રહી હતી;  બચાવ કામગીરી ચાલુ ...

ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓ અને રેલવેના અધિકારીઓના અહેવાલ અનુસાર ટ્રેનોની અવર-જવરને અસર થઈ છે. સાબરમતી એક્સપ્રેસના મુસાફરોની આગળની યાત્રા માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ઘણી બધી ટ્રેનો પણ હવે મોડી પડી શકે છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશના રુટમાં આવતી ટ્રેનોની અવર-જવરને અસર થશે.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *