કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ અમદાવાદ પ્રવાસે આવ્યા છે. આજે પડોશી દેશોના હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપશે. એક અઠવાડિયામાં અમિત શાહ બીજી વખત અમદાવાદ આવ્યા છે.
અમિત શાહ બે દિવસ અમદાવાદ પ્રવાસે આવવાના છે. આ દરમિયાન અમિત શાહ પડોશી દેશોના હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપશે સાથે સાથે કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું ઉદઘાટન કરવાના છે. તેમજ પરિવાર સાથે રક્ષાબંધન તહેવાર ઉજવશે. એક અઠવાડિયામાં અમિત શાહની અમદાવાદમાં આ બીજી મુલાકાત છે.
પડોશી દેશોના ૧૮૮ હિન્દુ શરણાર્થીને આપશે ભારતીય નાગરિકતા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રવિવારે અમદાવાદમાં નાગરિકતા (સુધારા) કાયદાની જોગવાઈઓ હેઠળ પડોશી દેશોના 188 હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપશે.
એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે, પડોશી દેશોમાં ઉત્પીડનને કારણે ભારતમાં આશરો લેનારા લોકોને નાગરિકતા આપવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ડિસેમ્બર ૨૦૧૯માં સંસદ દ્વારા ઘડવામાં આવેલ નાગરિકતા (સુધારા) અધિનિયમના અમલીકરણ માટેના નિયમોને સૂચિત કર્યાના બે મહિના પછી મે મહિનામાં, સરકારે ૧૪ અરજદારોને નાગરિકતા પ્રમાણપત્રોનો પ્રથમ સેટ આપ્યો હતો.
નાગરિકતા (સુધારા) બિલ સંસદમાં પસાર થયા બાદ ધાર્મિક અત્યાચારને કારણે ભારતમાં સ્થળાંતર કરીને હિંદુઓ, શીખો, બૌદ્ધો, જૈનો, પારસીઓ અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકત્વ આપવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાની માંગ કરી હતી, તે પછી દેશભરમાં વ્યાપક વિરોધ થયો હતો.
અમિત શાહ ઘણા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે
અમિત શાહ અમદાવાદમાં બે દિવસના પ્રવાસ દરમિયાન કરોડો રૂપિયાના પ્રોજક્ટનું ખાતમુર્હૂત, લોકાર્પણ અને ઉદઘાટન કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગરમાં સામેલ ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિસ્તારના કરોડો રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ખાતમુર્હૂત, લોકાર્પણ અને ઉદઘાટન કરશે.
અમિત શાહે આજે સવારે ૦૯:૦૦ વાગે ઘાટલોડિયા વિધાનસભા બેઠકમાં આવતા થલતેજમાં આવેલા ઓક્સિજન પાર્ક અને તળાવનું લોકાર્પણ કરશે. ઉપરાંત મિશન મિલિયન ટ્રી અભિયાન અંતર્ગત વેજલપુર વિધાનસભા બેઠકમાં આવેલા મકરબામાં વૃક્ષારોપણ કરશે.