કોલકાતા રેપ-મર્ડર કેસ પર આ શું બોલી ગયા સૌરવ ગાંગુલી કે મચ્યો હોબાળો….!

કોલકાતા ડોક્ટર રેપ કેસ બાદ આખા દેશમાં આક્રોશની લહેર ફેલાયેલી છે. આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બનેલી આ ઘટના બાદ દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ કેસ હાલમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના પર પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ નિવેદન આપ્યું છે. તેમણે આ ઘટનાની નિંદા તો કરી છે, પરંતુ કંઈક એવું કહ્યું છે, જેના પછી તેઓ ટ્રોલ થઈ રહ્યા છે. દરમિયાન ગાંગુલીએ પોતાના નિવેદન પર સ્પષ્ટતા પણ કરી છે.

Saurav Ganguli trolled after insensitive comment on kolkata doctor rape case

ગાંગુલીને પણ આ ઘટનાનું દુઃખ છે. ગાંગુલીએ આ અઠવાડિયે ઘટનાની નિંદા કરી હતી. આ દરમિયાન તેમણે બંગાળીમાં કહ્યું હતું કે, ‘એક પુત્રીનો પિતા હોવાના કારણે હું આ ઘટનાથી ખૂબ જ દુઃખી છું, પણ આવી પ્રસંગોપાત બનતી ઘટનાને કારણે સમગ્ર સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી કારણ કે આ માત્ર એક ઘટના છે. ચાહકોને આ સમગ્ર પ્રકરણને માત્ર એક ઘટના ગણાવતું ગાંગુલીનું નિવેદન પસંદ નહોતું આવ્યું. ગાંગુલીના નિવેદનથી નારાજ થયેલા લોકોએ લખ્યું હતું કે, ‘આ શરમજનક છે.’ અન્ય એક યુઝરે લખ્યું હતું કે, ‘ગાંગુલીના આ નિવેદન પહેલા હું ગાંગુલીનો ફેન હતો પરંતુ હવે એવું નથી. જો તે કંઈ સારું ન કરી શકે તો કંઇ નહીં, પણ તેણે તેનું મોઢું બંધ રાખવું જોઇએ. કેટલાકે કહ્યું હતું કે તેમને ગાંગુલીની આક્રમકતા પસંદ હતી, પરંતુ હવે તેઓ આ શરમજનક નિવેદન જોઈને ચોંકી ગયા છે.

ganguly: Sourav Ganguly: To the one who shaped a young Indian cricket team,  as Dada turns 51 - The Economic Times

હવે આ મુદ્દે સૌરવ ગાંગુલીએ સ્પષ્ટતા કરી છે. તેમણે પત્રકારોને કહ્યું હતું કે, ”મેં આ વિશે પહેલા પણ વાત કરી હતી, મને ખબર નથી કે લોકો તેને શું સમજ્યા અને વાતને કેવી રીતે રજૂ કરી. મેં પહેલા પણ કહ્યું હતું કે, આ એક ભયંકર ઘટના છે. હવે સીબીઆઈ અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. જે પણ થયું છે તે ખૂબ જ શરમજનક છે. મને આશા છે કે આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ જ્યારે ગુનેગારને શોધી કાઢશે ત્યારે તેને સખતમાં સખત સજા આપવામાં આવશે. સજા એવી હોવી જોઈએ કે કોઈ તેના જીવનમાં ફરી આવો ગુનો કરવાની હિંમત ન કરે. આ અગત્યનું છે. સજા આકરી હોવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *