ઝારખંડ: મુખ્યમંત્રીના કાર્યક્રમો રદ કરાવવાથી વધુ અપમાન શું હોય?

ચંપાઈ સોરેનના પ્રહારો.

Champai Soren BJP Joining Update; Jharkhand Political Crisis | Hemant Soren  JMM | चंपाई सोरेन ने JMM छोड़ने के संकेत दिए: कहा- मेरे पास 3 विकल्प; पहला-  संन्यास लूं, दूसरा- संगठन खड़ा

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન ભાજપ સાથે જોડાય શકે તેવી અટકળો વચ્ચે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી છે, જેમાં તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસના અપમાનજનક વર્તનને કારણે હું મારા આંસુ પર કાબૂ રાખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ એમને માત્ર ખુરશીની ચિંતા હતી. મને એવું લાગ્યું કે જાણે એ પક્ષમાં મારું કોઈ મહત્વ જ ન હોય, કોઈ અસ્તિત્વ જ નથી, જે પક્ષ માટે અમે આખું જીવન સમર્પિત કર્યું હતું, તે દરમિયાન આવી ઘણી અપમાનજનક ઘટનાઓ બની હતી, જેનો હું અત્યારે ઉલ્લેખ કરવા નથી માંગતો. આટલા અપમાન અને તિરસ્કાર પછી, મને વૈકલ્પિક માર્ગ શોધવા માટે હું મજબૂર થઈ ગયો.

Jharkhand remains without chief minister: Champai Soren releases video roll  call of 43 MLAs, but fails to get governor's invite to form govt | India  News - Times of India

ચંપાઈએ કહ્યું કે છેલ્લા ૪ દાયકાની મારી દાગ વગરની રાજકીય સફરમાં પહેલીવાર હું અંદરથી તૂટી ગયો હતો. મને સમજાતું નથી કે મારે શું કરવું. આખી ઘટનામાં મારી ભૂલ શોધીને હું બે દિવસ શાંતિથી બેઠો અને આત્મનિરીક્ષણ કરતો રહ્યો. સત્તાનો લોભનો અણસાર પણ નહોતો, પણ મારા સ્વાભિમાન પર લાગેલા આ ઘા કોને બતાવું? મારા પોતાનાઓએ જ આપેલી પીડા હું ક્યાં વ્યક્ત કરી શકું?

Ex-Jharkhand Chief Minister Champai Soren joining BJP? Here's what he said  - India Today

નારાજગી વ્યક્ત કરતા પૂર્વ સીએમ ચંપાઈ સોરેને લખ્યું કે જ્યારે હું સતામાં હતો ત્યારે મારા કાર્યકાળ દરમિયાન મેં ક્યારેય કોઈની સાથે ખોટું કર્યું નથી કે તે થવા દીધું નથી. હોળીના બીજા દિવસે, મને ખબર પડી કે પાર્ટી નેતૃત્વ દ્વારા આગામી 2 દિવસ માટેના મારા તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે. કારણ પૂછવામાં આવ્યું તો ખબર પડી કે ગઠબંધન દ્વારા ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે, ત્યાં સુધી મુખ્યમંત્રી તરીકે કોઈ પણ કાર્યક્રમમાં હાજરી આપી શકશો નહિ. લોકશાહીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમો બીજા કોઈ દ્વારા રદ કરાવવાથી વધુ અપમાનજનક કંઈ હોઈ શકે?

Jharkhand CM Champai Soren makes maiden visit to native village

પૂર્વ સીએમએ કહ્યું કે મેં ભારે મને ધારાસભ્ય દળની એ જ બેઠકમાં કહ્યું હતું કે આજથી મારા જીવનનો એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. મારી પાસે આમાં ત્રણ વિકલ્પો હતા. પહેલું, રાજકારણમાંથી નિવૃત્ત થવું, બીજું પોતાનું સંગઠન ઊભું કરવું અને ત્રીજું, જો તમને આ માર્ગ પર કોઈ સાથી મળે, તો તે વ્યક્તિ સાથે આગળ વધવું. તે દિવસથી આજ સુધી અને આગામી ઝારખંડ વિધાનસભાની ચૂંટણી સુધી આ પ્રવાસમાં મારા માટે તમામ વિકલ્પો ખુલ્લા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *