આજનુ પંચાંગ
રક્ષાબંધન
વ્રતની નાળિયેરી પૂનમ
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૭ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૦ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૫ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૨ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૨ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૭ મિ. (સુ) ૭ (ક.) ૦૮ મિ. (મું) ૭ ક. ૧૦ મિ.
જન્મરાશિ : મકર (ખ.જ.) ૧૮ ક. ૫૭ મિ. સુધી પછી કુંભ (ગ.શ.ષ.સ.) રાશિ આવે.
નક્ષત્ર : શ્રવણ ૮ ક. ૧૦ મિ. સુધી પછી ઘનિષ્ઠા ૨૯ ક. ૪૫ મિ. સુધી પછી શતભિષા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરૂ-વૃષભ, શુક્ર-સિંહ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા
ચંદ્ર-મકર ૧૮ ક. ૫૭ મિ. સુધી પછી કુંભ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦
દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ ૨૮ વ્રજ માસ : શ્રાવણ
માસ-તિથિ-વાર : શ્રાવણ સુદ પુનમ
– વ્રતની નાળિયેરી પૂનમ
– રક્ષાબંધન
– બળેવ
– તૈતરિય શ્રાવણી
– કોકિલાવ્રત સમાપ્ત
– ઝૂલનયાત્રા સમાપ્ત
– ઋક્ યજુ અર્થવવેદ શ્રાવણી
– અમરનાથ યાત્રા સમાપ્ત
મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ સફર માસનો ૧૪ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ફરવરદીન માસનો ૫ રોજ સ્પેંદારમદ
આજ નું રાશિફળ
૧૯મી ઓગસ્ટથી પલટી મારશે આ રાશિના જાતકોનું ભાગ્ય, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
૨૦૨૪નું વર્ષ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે આ જ વર્ષે અનેક મહત્ત્વના ગ્રહોએ ગોચર કર્યું છે કે કરવા જઈ રહ્યા છે. હાલમાં ચાલી રહેલાં ઓગસ્ટ મહિનામાં પણ અનેક મહત્ત્વના ગ્રહો હિલચાલ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં સૂર્ય, બુધ, શુક્ર, મંગળ અને ગુરુ પોતાની ચાલ બદલી ચૂક્યા છે. તમામ રાશિઓના ગોચરથી અલગ અલગ ખાસ પ્રકારના યોગ બનતા હોય છે, જેને કારણે તમામ રાશિના લોકોના જીવન પર વ્યાપક અસર જોવા મળે છે. આવો જ એક શુભ યોગ આવતીકાલે એટલે કે 19મી ઓગસ્ટના બની રહ્યો છે.
૧૯મી ઓગસ્ટના બે શુભ ગ્રહ એટલે કે શુક્ર અને ગુરુ એકબીજાથી સમકોણીય અવસ્થામાં આવશે. જેને કારણે ગુરુ શુક્રનો કેન્દ્ર દ્રષ્ટિ યોગ બની રહ્યો છે. આ યોગની અસરને કારણે તમામ રાશિના જાતકો પર સારી અસર જોવા મળશે, પણ ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. ગુરુને જ્ઞાન, વિવાહ અને સુખનો કારક તો શુક્રને વૈભવ, ધન અને પ્રેમનો કારક માનવામાં આવે છે. આ બંને ગ્રહો જ્યારે એકબીજાથી સમકોણીય અવસ્થામાં આવે છે ત્યારે અમુક રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે.

વૃષભ રાશિના જાતકો માટે ગુરુ-શુક્રની આ કેન્દ્ર દ્રષ્ટિ સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યો છે. આ રાશિના જાતકોના જીવનમાં સ્થિરતા આવશે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પુરા થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને આ સમય દરમિયાન શિક્ષકો તેમજ મિત્રોથી મદદ મળી રહી છે. ધન સંબંધિત સમસ્યા હશે તો તે દૂર થઈ જશે. આવકના નવા સોર્સ સામે આવશે. વેપારનો વિસ્તાર થશે. નોકરી કરતા લોકો માટે સારો સમય. પરિવારિક જીવન પણ ખૂબ જ સારું રહેશે.

આ રાશિના લોકો માટે આ યોગ માનસિક શાંતિમાં વૃદ્ધિ લઈને આવનારો છે. આ સમયગાળા દરમિયાન તમે ધીરજથી કામ લેશો. વેપાર સંબંધિત સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. નવા લોકો સાથે મુલાકાત થશે. લાભનું માર્જિન વધવાથી ખુશી વધશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય. નોકરી મળવાના અવસર ઉભા થશે. નોકરી કરતા લોકોનો પગાર વધી શકે છે અથવા તો પ્રમોશન થઈ શકે છે. રોકાણ કરવા માટે અનુકૂળ સમય છે. જીવનસાથી સાથે સાથે સંબંધ મજબૂત બની રહ્યા છે.

મીન રાશિના જાતકો માટે ગુરુ-શુક્રનો આ કેન્દ્ર દ્રષ્ટિ યોગ સકારાત્મક અસર કરશે. મન શાંત રહેશે. ચિંતાથી મુક્તિ મળશે. ધર્મ કર્મમાં રુચિ વધશે. આવકના નવા સ્ત્રોત ખુલવાથી આર્થિક સંકટ દૂર થશે. સંબંધો મજબૂત થશે. પ્રેમ સંબંધમાં મધુરતા આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે. પારિવારિક જીવનમાં હસી ખુશીનું આગમન થશે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુલ ૧૨ રાશિઓ છે. જેમના ગુણ, અવગુણ, સ્વભાવ, વ્યક્તિત્વ અને પસંદ-નાપસંદ એકબીજાથી અલગ છે. જો કે, કેટલીક રાશિઓ છે જે તેમના જીવનસાથી માટે ભાગ્યશાળી હોય છે. આજે અમે તમને વૈદિક જ્યોતિષમાં દર્શાવેલ તે ૪ રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમના અભિપ્રાયની ક્યારેય અવગણના ન કરવી જોઈએ અને તમારે તેમની સાથે ઝઘડો કરવાનું પણ ટાળવું જોઈએ. અન્યથા તેમના ગુસ્સાને કારણે તમારી સમસ્યાઓ વધી શકે છે.
સિંહ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિની મહિલાઓ સારા દિલની હોય છે. તેઓ જાણે છે કે તેમનું કામ કેવી રીતે કરવું. જ્યાં સુધી તમે તેમની સાથે સરસ રીતે વાત કરશો ત્યાં સુધી તે તમારા માટે ઉત્તમ રહેશે. પરંતુ જ્યારે તેઓ ગુસ્સે થાય છે, ત્યારે તેઓ કંઈ સાંભળતી નથી. તેથી સિંહ રાશિના લોકોએ મહિલાઓ સાથે લડાઈ કરવાનું ટાળવું જોઈએ. અન્યથા તમે તેમના ગુસ્સાથી બચી શકશો નહીં.
કુંભ
કુંભ રાશિની મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તે જે પણ ઘરમાં જાય છે, ત્યાં હંમેશા સમૃદ્ધિ રહે છે. જો તમે તેમનું અપમાન કરો છો અથવા તેમની સાથે ઝઘડો કરો છો, તો તમારે તેમના ગુસ્સાનો પણ સામનો કરવો પડશે. તે ગુસ્સામાં ગમે તે કહે, મોડું થઈ શકે છે, પરંતુ તે ચોક્કસપણે સાચું હોય છે.
મીન
મીન રાશિની મહિલાઓ દિલથી ઘણી સારી હોય છે. જો તમે તેમની સાથે પ્રેમાળ રીતે રહો છો, તો તેઓ તમને ખુશ રાખવા માટે તમામ પ્રયત્નો કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મીન રાશિના લોકોની સલાહને ક્યારેય અવગણવી ન જોઈએ, કારણ કે તેઓ જે કહે છે તે બધું જ સાચું હોય છે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિની મહિલાઓમાં અદભુત શક્તિ હોય છે, જેના કારણે તેઓ પોતાની સામેના વ્યક્તિના મનને સરળતાથી સમજી શકે છે. જો તમે તેમની સલાહને અનુસરો છો, તો તે તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. તે ક્યારેય કોઈનું ખરાબ ઈચ્છતી નથી. તેથી, તેઓ જે કહે તે બધું ધ્યાનમાં લેવું જોઈએ.