આજે ગુજરાતમાં રક્ષાબંધનના રોજ કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં ૨૧મી ઓગસ્ટથી ફરી એક વખત ચોમાસુ જામવાની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્ર- કચ્છને બાદ કરતાં ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થશે. જેમાં ૨૧ અને ૨૨ ઓગસ્ટના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
ગુજરાતભરમાં આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના હવામાન વિભાગે આજે સોમવારે રક્ષાબંધનના દિવસે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછાવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. જોકે આજે ક્યાંય પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી.
૨૦મી તારીખે મંગળવારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછાવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
જ્યારે ગુજરાતમાં ૨૧ અને ૨૨મી ઓગસ્ટે બુધવાર અને ગુરૂવારે તમામ જિલ્લાઓમાં સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
૨૩મી અને ૨૪મી ઓગસ્ટે તારીખે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અમુક સ્થળોએ તો કેટલાક જિલ્લાઓમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.