યુપીની પ્રાઈવેટ હોસ્પિટલમાં નાઈટ ડ્યૂટી કરતી નર્સ સાથે ડૉક્ટરનું દુષ્કર્મ

કોલકાતામાં લેડી ડોક્ટર સાથે કરાયેલા દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ઘટનાની વિરુદ્ધમાં દેશના વિવિધ સ્થળોએ દેખાવો થઈ રહ્યા છે. ત્યારે આ સ્થિતિમાં ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ફરી એક આવી ઘટના બની છે. મુરાદાબાદની  એક પ્રાઇવેટ હોસ્પિટલમાં નાઈટ ડ્યુટી પર તહેનાત દલિત નર્સ સાથે ડોક્ટરોએ દુષ્કર્મ આચર્યું હતું.  

Nurse Raped & Killed In Uttarakhand, Body Dumped In UP; Accussed Arrested -  Oneindia News

ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ ઘટના રવિવારે મધરાતે બની હતી. પીડિતા શનિવારે સાંજે 7 વાગ્યે તેની ફરજ માટે હોસ્પિટલ ગઈ હતી. તે છેલ્લા સાત મહિનાથી આ હોસ્પિટલમાં કામ કરતી હતી. મોડી રાત્રે એક નર્સ મેહનાઝે તેને  ડો. શાહનવાઝના રૂમમાં મળવા કહ્યું હતું. જ્યારે તેણીએ આવું કરવાની ના પાડી ત્યારે મેહનાઝ અને વોર્ડ બોય જુનૈદ તેને બળજબરીથી હોસ્પિટલના ઉપરના માળ પર એક રૂમમાં લઈ ગયા હતા અને તેને બહારથી તેમણે તાળું મારી દીધું. પાછળથી ડૉ. શાહનવાઝ રૂમમાં ઘૂસી ગયો અને તેને પીડિતાને બંધક બનાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ડોકટરે પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને જાતિવાદી અપશબ્દો પણ કહ્યા હતા. આ ઘટનાથી ઉત્તર પ્રદેશમાં અને પછી દેશભરમાં લોકોમાં સખત આક્રોશ ફાટી નીકળ્યો છે.

Dalit nurse raped by doctor in hospital, 3 held

પીડિતાએ મદદ માટે બીજી નર્સને બોલાવવા માટે ચીસો પાડી હતી, પરંતુ તેની મદદે કોઈ આવ્યું હતું નહીં. ડૉક્ટરે કહ્યું કે, તું જેટલા પૈસા માંગીશ તેટલા હું  આપીશ, પણ કોઈને કંઈ કહેતી નહીં. જો તું કહેશે તો હું તને મારી નાખીશ.પીડિતાના પરિવારના જણાવ્યા અનુસાર સમગ્ર ઘટના દરમિયાન આરોપી વોર્ડ બોયએ અમારી પુત્રીનો મોબાઈલ ચાર્જિંગમાંથી કાઢીને પોતાની પાસે રાખી લીધો હતો. સવારે જ્યારે દીકરી ઘરે પહોંચી ત્યારે તેણે પોતાની સાથે બનેલી ઘટના વિશે જણાવ્યું હતું. ત્યારબાદ પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
ઘટના બાદ પીડિતાના પરિવારજનોએ ઠાકુરદ્વારા પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર શાહનવાઝ, નર્સ મેહનાઝ અને વોર્ડ બોય જુનૈદ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી. રવિવારે સાંજે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નિરીક્ષણ કર્યા પછી હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *