શું વધુ પડતો આઈસ્ક્રીમ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે?

આઈસ્ક્રીમના સેવન અને હૃદયના સ્વાસ્થ્ય વચ્ચેની કડી શું તે મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ક્લિનિકલ ડાયટિશિયન વેદિકા પ્રેમાણી સમજાવે છે.

Foods and Beverages to Avoid with Arthritis

જો તમને મીઠાઈઓ, આઇસક્રીમ વગેરે સ્વીટ ચીજો ખાવી પસંદ છે તો તમને તમારા લન્ચ કે ડિનર બાદ તરત સ્વીટ ખાતાજ હસો. ઘણા લોકોને જમ્યા બાદ આઈસ્ક્રીમ ખાવી પસંદ ભરાયેલો છે તેથી તેઓ ફ્રિજમાં વધારે આઈસ્ક્રીમ પણ રાખતા હોય છે. પરંતુ શું દરરોજ સ્વીટ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે ? 

Ice Cream GIFs | GIFDB.com

આઈસ્ક્રીમના સેવન અને હૃદયના સ્વાસ્થ્ય વચ્ચેની કડી શું તે મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ક્લિનિકલ ડાયટિશિયન વેદિકા પ્રેમાણી સમજાવે છે, પ્રેમાણીએ જણાવ્યું હતું કે ‘આઈસ્ક્રીમમાં સામાન્ય રીતે સંતૃપ્ત ફેટી એસિડ્સ અને શર્કરા વધુ હોય છે અને તેનું વધુ પડતું સેવન કાર્ડિયોવેસ્ક્યુલર રોગો, સ્થૂળતા અને ટાઈપ ૨ ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે.’

Ice Cream on Make a GIF

સંતૃપ્ત ચરબી શરીરમાં એલડીએલનું સ્તર અથવા ‘ખરાબ કોલેસ્ટ્રોલ’ વધારી શકે છે, આ એથરોસ્ક્લેરોસિસ તરફ દોરી શકે છે, અને બદલામાં, હાર્ટ એટેક અને અન્ય કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાઓની શક્યતા વધારે છે. જો તમે નિયમિતપણે આઈસ્ક્રીમનો આનંદ માણવા માંગતા હો તો સંભવિત સ્વાસ્થ્ય જોખમોને ઘટાડવા માટે આખા અઠવાડિયા દરમિયાન તેને મધ્યમ માત્રામાં ખાવાની ભલામણ કરવામાં આવે છે.

This is how you can fight food cravings in the winter | HealthShots

આ ઓપ્શન ટ્રાય કરો

  • બજારમાં ઉપલબ્ધ જિલેટોસ અને સોરબેટ જેવા વિવિધ ફોર્મ્યુલેશન અને ટેક્સચરમાં ઓછી ચરબીવાળો વિકલ્પ પસંદ કરવો સરળ છે. જિલેટોસ એ આઈસ્ક્રીમ જેવું લાગે છે જે મુખ્યત્વે દૂધ અને ક્રીમમાંથી બને છે ણીમાં દૂધ વધારે અને ક્રીમ ઓછી હોય છે. જ્યારે સોરબેટ એ ડેરી-ફ્રી અને ઇંડા વિનાના વિકલ્પો છે જે ફળોની પ્યુરી અને જ્યુસમાંથી બને છે.
  • સોરબેટ પાણી આધારિત હોય છે અને આમ સામાન્ય રીતે કેલરી અને ચરબી ઓછી હોય છે, જેઓ તેમના સેવન પર કંટ્રોલ કરવા માંગે છે તેમના માટે તે એક શ્રેષ્ઠ પસંદગી છે.

દરેક આઈસ્ક્રીમની કેલરી, ચરબી અને ખાંડની સામગ્રીને સમજવા માટે પોષણના લેબલ્સ વાંચીને પસંદગી કરવાની સલાહ આપવામાં આવે છે.

જો તાજા અને નિયંત્રિત સામગ્રી સાથે જેમ કે, ફળો ઉમેરીને બદામ, ઓછી ચરબીવાળું દૂધ અથવા દહીં અને સીડ્સ ઉમેરીને આઈસ્ક્રીમને ઘરે આરોગ્યપ્રદ બનાવી શકાય છે. નહિંતર, માર્કેટની આઈસ્ક્રીમમાં ચરબી, ખાંડ અને કેલરી વધુ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *