રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંકટગ્રસ્ત યુક્રેનના પ્રવાસે છે. યુક્રેનમાં પીએમ મોદીની આ મુલાકાત અનેક રીતે ઐતિહાસિક છે, કારણ કે કોઇ પણ ભારતીય વડાપ્રધાનની આ પહેલી યુક્રેન યાત્રા છે.
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંકટગ્રસ્ત યુક્રેનના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી છે. બંને દેશોના સંબંધોને લઈને આજે બંને રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે એક મહત્વપૂર્ણ ડિપ્લોમેટિક બેઠક પણ યોજાવાની છે. પીએમ મોદી અને ઝેલેન્સ્કીની મુલાકાતની પહેલી તસવીરો સામે આવી છે, જે રાજધાની કિવની છે. જેમાં પીએમ મોદી ઝેલેન્સ્કી સાથે હાથ મિલાવતા અને પછી તેમના ખભે હાથ મુકતા નજરે પડે છે.
યૂક્રેનમાં પીએમ મોદીની આ મુલાકાત અનેક રીતે ઐતિહાસિક છે, કારણ કે કોઇ પણ ભારતીય વડાપ્રધાનની આ પહેલી યુક્રેન યાત્રા છે. ઝેલેન્સ્કી સાથે પીએમ મોદીની આ મુલાકાત કીવમાં શહીદ પ્રદર્શની એટલે શહીદો માટે બનેલા સ્મારકમાં થઇ હતી. આ દરમિયાન પીએમ મોદીએ ઝેલેન્સ્કીને ગળે લગાવ્યા હતા અને તેમના ખભા પર હાથ પણ મુક્યો હતો.
પીએમ મોદી અગાઉ રશિયાની મુલાકાતે ગયા હતા
વડાપ્રધાન મોદી પોતાના બે દેશોના પ્રવાસના બીજા અને અંતિમ ચરણમાં પોલેન્ડથી કિવ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ‘રેલ ફોર્સ વન’ ટ્રેનનો ઉપયોગ કર્યો હતો. આ યાત્રા દરમિયાન તેમને લગભગ ૧૦ કલાક જેટલો સમય લાગ્યો હતો. ખાસ વાત એ છે કે ગત મહિને પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે રશિયા પ્રવાસ દરમિયાન મુલાકાત કરી હતી. તે મુલાકાતના લગભગ ૬ અઠવાડિયા બાદ પીએમ મોદીની યુક્રેન યાત્રા એ વાતનો સંકેત આપી રહી છે કે તેઓ બંને દેશો વચ્ચે કૂટનીતિક તાલમેલ બનાવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પીએમ મોદીની યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથેની છેલ્લી મુલાકાત ઇટાલીમાં જી -૭ સમિટ દરમિયાન અપુલિયામાં થઇ હતી. તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિને કહ્યું હતું કે ભારત યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાનને સમર્થન આપવા માટે તેના માધ્યમોની અંદર બધું જ કરવાનું ચાલુ રાખશે અને શાંતિનો માર્ગ વાતચીત અને ફુટનીતિના માધ્યમથી છે.