શું સૂતા પહેલા ગોળ સાથે દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે? આયુર્વેદ શું કહે છે?

ગોળમાં આયર્ન હોય છે, જે એનિમિયાને રોકવામાં મદદ કરી શકે છે, ખાસ કરીને આયર્નની ઉણપ ધરાવતા લોકો માટે આશીર્વાદરૂપ છે. તે પોટેશિયમ, મેગ્નેશિયમની થોડી માત્રા પણ પ્રદાન કરે છે.

Good Health Care Tips Drink milk with Jaggery before Sleeping And Milk With  Jaggery | Good Health Care Tips: सोने से पहले गुड़ के साथ पिएं दूध, इन  बीमारियों से मिलेगा छुटकारा

ઘણા લોકો સારી ઊંઘ માટે રાત્રે એક ગ્લાસ દૂધ પીવાનું પસંદ કરે છે. આયુર્વેદમાં પણ સૂતા પહેલા દૂધ પીવાની ભલામણ કરી છે. તાજતેરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ હતી જેમાં લખ્યું છે કે, ‘ દૂધ અને ગોળનો આયુર્વેદિક કોમ્બો પાચન સ્વાસ્થ્ય માટે કુદરતી પાવરહાઉસ છે. આ સ્વાદિષ્ટ ચીજ પીવાથી તમારી પાચનતંત્ર મજબૂત થઈ શકે છે, એનિમિયા મટાડવામાં મદદ મળે છે અને ગેસ્ટ્રિક સમસ્યાઓથી રાહત મળે છે. તમારા આંતરડા અને એકંદર આરોગ્યની કાળજી લેવાની આ એક સરળ રીત છે.’ પરંતુ શું ખરેખર આ દાવો સાચો છે ?

பாலில் சர்க்கரைக்கு பதில் வெல்லம் சேர்த்து குடிப்பது ஆரோக்கியத்திற்கு  எவ்வளவு நல்லது தெரியுமா? | Is It Good To Drink Milk With Jaggery |  Onlymyhealth Tamil

આયુર્વેદ પ્રેક્ટિશનર ડૉ. ડિમ્પલ જાંગડાના જણાવ્યા અનુસાર, દૂધમાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે જે સેરોટોનિન અને મેલાટોનિન હોર્મોન્સને મુક્ત કરવામાં મદદ કરે છે, જે સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. ડો જાંગડાએ જણાવ્યું હતું કે ‘દૂધ હાઈ ક્વોલિટી પ્રોટીન પણ પ્રદાન કરે છે, જે સ્નાયુઓને રિકવર અને વૃદ્ધિ માટે જરૂરી છે. દૂધમાં B૧૨ અને D જેવા વિટામીનની હાજરી અનુક્રમે ચેતા કાર્ય અને હાડકાના સ્વાસ્થ્યને ટેકો આપે છે.

ગોળ કેમ ગુણકારી ?

Top 15 Health Benefits of Jaggery (Gur)

ગોળ તે શેરડીના રસમાંથી રિફાઇન કર્યા વગરની ખાંડ છે. તે ખાંડનો તંદુરસ્ત વિકલ્પ છે કારણ કે તે હજુ પણ મિનરલ્સ અને વિટામિન્સના રૂપમાં પોષણ જાળવી રાખે છે, એક્સપર્ટ જણાવે છે કે ‘ગોળ પાચન અગ્નિને પણ ઉત્તેજિત કરે છે અને કફ દોષને સંતુલિત કરવામાં મદદ કરે છે. ગોળ અપાચિત ખોરાક અને આંતરડામાં એકઠા થઈ શકે તેવા ઝેરના શરીરને ડિટોક્સિફાય કરવામાં પણ મદદ કરે છે.’

Health Benefits of Jaggery (An Alternative to Sugar)

ગોળમાં આયર્ન હોય છે, જે એનિમિયાને રોકવામાં મદદ કરી શકે છે, ખાસ કરીને આયર્નની ઉણપ ધરાવતા લોકો માટે આશીર્વાદરૂપ છે. તે પોટેશિયમ, મેગ્નેશિયમની થોડી માત્રા પણ પ્રદાન કરે છે, અને અન્ય મિનરલ્સ, જે ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવવા અને મેટાબોલિક પ્રક્રિયાઓને ટેકો આપવા સહિત વિવિધ શારીરિક કાર્યોને ટેકો આપે છે. ખાંડથી વિપરીત ગોળનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, એટલે કે તે બ્લડ સુગર સ્પાઇકને ઘટાડે છે. જેથી એનર્જી લેવલને સંચાલિત કરવા માટે થોડો સારો વિકલ્પ બનાવે છે.

તેથી એક્સપર્ટના જણાવ્યા અનુસાર, દૂધ અને ગોળ પાચનતંત્રમાં શુષ્કતા, વધુ પડતી ગરમી અને વધારાની ઠંડીને ઘટાડવામાં મદદ કરે છે. તે ઊંઘની સમસ્યા અને અનિદ્રા માટે એક ઉત્તમ ઉપાય પણ છે.’ ડાયેટિશિયનના જણાવ્યા મુજબ, દૂધમાં રહેલું કેલ્શિયમ હાડકાં અને દાંતને મજબૂત જાળવવા માટે જરૂરી છે, અને ગોળ કેલ્શિયમનું શોષણ વધારે છે, જે હાડકાંના સ્વાસ્થ્યને વધુ પ્રોત્સાહન આપે છે.

જો કે આ મિશ્રણનું મધ્યસ્થતામાં સેવન કરવું અગત્યનું છે, ખાસ કરીને બ્લડ સુગરની ચિંતા ધરાવતા લોકો માટે, કારણ કે ગોળ, કુદરતી સ્વીટનર હોવા છતાં, બ્લડ સુગરના સ્તરને અસર કરી શકે છે. જે વ્યક્તિઓ લેક્ટોઝ અસહિષ્ણુ હોય અથવા ડેરી પ્રત્યે એલર્જી હોય તેમણે આ મિશ્રણને ટાળવું જોઈએ અને બદામ અથવા નારિયેળના દૂધ જેવા વિકલ્પો પર વિચાર કરવો જોઈએ.

જ્યારે ગોળ સાથે દૂધનું સેવન દર ૧૫ દિવસમાં એકવાર કરવું સારું થઈ શકે છે, તે દૈનિક પ્રેક્ટિસ તરીકે સેવન ન કરવું સારું. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી કેલ્શિયમ અને આયર્ન વચ્ચે સંભવિત ક્રિયાપ્રતિક્રિયાને કારણે દૂધ અને ગોળનું મિશ્રણ આદર્શ ન હોઈ શકે. દૂધમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે, જે ગોળમાં જોવા મળતા નોન હેમ આયર્નના શોષણને અટકાવી શકે છે, જેનાથી જ્યારે એકસાથે ખાવામાં આવે ત્યારે ગોળના પોષક લાભોને સંભવિતપણે ઘટાડી શકે છે.

Milk And Jaggery Health Benefits In Hindi | milk and jaggery health  benefits | HerZindagi

ગોળ સાથેનું દૂધ કેટલાક પાચન લાભો પ્રદાન કરી શકે છે, તે ખરેખર એકલો ઉકેલ નથી. લાઇફસ્ટાઇલમાં ફેરફારએ પાચન સ્વાસ્થ્ય સુધારવા માટે વધુ ભરોસાપાત્ર અભિગમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *