આજે ચંદ્રયાન ૩ મિશન ની સફળતાને એક વર્ષ થઈ ગયું, આજે પહેલો નેશનલ સ્પેસ ડે છે. ઈસરોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડર ઉતાર્યું હતુ.
ભારતીય અવકાશ એજન્સી ઈસરોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-૩ નું સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો. એક વર્ષ વીતી ગયું છે. ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગની યાદમાં સરકારે ૨૩ ઓગસ્ટે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. આજે એટલે કે, શુક્રવારે ભારત તેનો પ્રથમ અવકાશ દિવસ ઉજવવા જઈ રહ્યું છે. હવે ચંદ્રયાન-૩ને લઈને મોટો ખુલાસો થયો છે. વૈજ્ઞાનિકોના મતે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ એક સમયે પ્રવાહી પીગળેલા ખડકોના સમુદ્રથી ઢંકાયેલો હતો. હવે નેચર જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધન પેપરમાં ખુલાસો થયો છે કે, ચંદ્રની અંદર અને બહાર લાવા હતો. વૈજ્ઞાનિક ભાષામાં તેને મેગ્મા સમુદ્ર કહે છે.
વૈજ્ઞાનિકોના રિપોર્ટમાં શું છે?
વૈજ્ઞાનિકોએ તેમના રિપોર્ટમાં કહ્યું છે કે, ચંદ્રયાન-૩ ની લેન્ડિંગ સાઇટની આસપાસનો વિસ્તાર મોટાભાગે એકસમાન છે. અહેવાલમાં જણાવાયું છે કે, ચંદ્રની સપાટી સ્તરોથી બનેલી છે, જે ચંદ્ર મેગ્મા મહાસાગર (LMO) સિદ્ધાંતને વિશ્વાસ આપે છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવની આસપાસની ઉપરની જમીનમાં ચંદ્રની સપાટીના નીચલા સ્તરો બનાવવાની અપેક્ષા કરતાં વધુ ખનિજો હોય છે.
મેગ્માને લઈને રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. પૂર્વધારણા મુજબ, બે પ્રોટોપ્લેનેટ (ગ્રહની રચના પહેલાનો તબક્કો) વચ્ચેની અથડામણના પરિણામે ચંદ્રની રચના થઈ હતી. આમાં મોટો ગ્રહ પૃથ્વી બન્યો અને નાનો ગ્રહ ચંદ્ર બન્યો. આ પછી ચંદ્ર ખૂબ ગરમ થઈ ગયો અને તેની સમગ્ર સપાટી પીગળીને ‘મેગ્મા સમુદ્ર’માં ફેરવાઈ ગઈ. આને મેગ્મા કહેવામાં આવે છે.
ચંદ્રયાન-૩, ૪ જુલાઈએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તે સોફ્ટ લેન્ડિંગ કરીને ૨૩ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચ્યું હતું. ઈસરોએ ચંદ્રની કેટલીક તસવીરો શેર કરી છે. ઈસરોએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ‘આવતીકાલે ચંદ્રયાન-3ની લેન્ડિંગ એનિવર્સરી પર ISRO વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર દ્વારા લેવામાં આવેલી હજારો તસવીરો રજૂ કરવા જઈ રહ્યું છે. જે ‘રોવર ઈમેજર (RI) માંથી લેવામાં આવેલ છે. પ્રથમ ત્રણ ચિત્રો LI ના છે અને છેલ્લું ચિત્ર RI નું છે.