જાણો ૨૬/૦૮/૨૦૨૪ સોમવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

Happy Krishna Janmashtami 2023: Images, Cards, Pictures, Quotes and GIFs - Times of India

આજનુ પંચાંગ

Weekly almanac, this week the leap month will begin and the Sun will change the zodiac; 3 auspicious moments for shopping and starting a new job | હિંદુ કેલેન્ડર: સાપ્તિહિક પંચાંગ, આ

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વ્રત

મંગળ મિથુનમાં ૧૫ ક. ૨૬ મિ. થી

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૧ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૧ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૯ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૭ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૦૯ મિ. (સુ) ૭ (ક) ૧૦ મિ. (મું) ૭ ક. ૧૧ મિ.

જન્મરાશિ : વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવે.

નક્ષત્ર : કૃતિકા ૧૫ ક. ૫૬ મિ. સુધી પછી રોહિણી નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-મિથુનમાં ૧૫ ક. ૨૬ મિ. થી બુધ-કર્ક (વ.) ગુરૂ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-વૃષભ

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૪ વ્રજ માસ : ભાદ્રપદ

માસ-તિથિ-વાર : શ્રાવણ વદ આઠમ

– શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વ્રત

– કાલાષ્ટમી

– મંગળ મિથુનમાં ૧૫ ક. ૨૬ મિ. થી

– બુધ ઉદય પૂર્વમાં

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ સફર માસનો ૨૧ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ફરવરદીન માસનો ૧૨ રોજ મોહોર

Krishna Janmashtami PNG, Vector, PSD, and Clipart With Transparent Background for Free Download | Pngtree

આજ નું રાશિફળ

Animated Round Frame with Zodiac Sign. Black and White Horoscope Symbol. | Black and white gif, Zodiac, Zodiac signs

આજે બની રહ્યો છે શુભ યોગ, પાંચ રાશિના જાતકોને મળી શકે છે અઢળક લાભ….

Read Daily, Weekly, Monthly Horoscope | Rashifal Adda

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સામાન્ય રહેશે. ભાઈ-બહેન તરફથી સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. પરિવારમાં કોઈના લગ્ન નક્કી થવાથી આજે ઘરનો માહોલ એકદમ ખુશનૂમા રહેશે. આજે તમારે કામની યોજના બનાવીને આગળ વધવું પડશે. જો તમે તમારા ભવિષ્યને લઈને કોઈ યોજના બનાવો છો, તો તમારે તમારા માતાપિતાની સલાહ લેવાની જરૂર છે. તમે કોઈને આપેલું વચન પૂરું કરવામાં વ્યસ્ત રહેશો. સંતાન આજે તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે. આજે કોઈ પણ કામમાં ઉતાવમળ કરવાનું ટાળો, નહીં તો ભૂલ થવાની શક્યતા રહેલી છે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા કરવાનો રહેશે. આજે તમારી નિર્ણય લેવાની ક્ષમતા પર પણ અસર જોવા મળશે. કામના સ્થળે આજે તમે તમારા કેટલાક નિર્ણયોથી લોકોને ચોંકાવી શકશો. આજે તમારી પ્રિય વસ્તુ ખોવાઈ ગઈ હશે તો તે પાછી મળવાની શક્યતા છે. તમે તમારા જીવનસાથી માટે કેટલાક કપડાં અને ઘરેણાંની ખરીદી કરી શકો છો. તમારા બાળકને કોઈ શારીરિક સમસ્યા થવાની સંભાવના છે. જો આવું થાય, તો તેને અવગણશો નહીં.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મુશ્કેલીઓથી ભરપૂર રહેવાનો છે. આજે વધારે પડતાં કામના દબાણને કારણે કામ કરવાની ઈચ્છા નહીં થાય. તમારે તમારા કામ વિશે પુર્નવિચાર કરવો પડશે. તમારે કોઈપણ પારિવારિક મામલાને ધૈર્ય સાથે ઉકેલવાની જરૂર છે, નહીં તો તે અણબનાવ તરફ દોરી શકે છે. તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તમારે તમારા કામની યોજના કરવાની જરૂર છે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળતી જણાઈ રહી છે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ કરનારો સાબિત થશે. આજે તમે ઘરના રિનોવેશન વગેરેનું પ્લાનિંગ કરશો. જીવનસાથી સાથે ચાલી રહેલા વિવાદને ઉકેલવા માટે, તમે તેમને બહાર ફરવા લઈ જઈ શકો છો. તમને તમારા સાસરિયામાંથી કોઈને મળવાની તક મળશે, જેથી તમે કોઈ ગુપ્ત માહિતી શેર ન કરો. જો તમારા કામમાં કોઈ ભૂલ હતી તો તે સામે આવી શકે છે. તમારે કોઈપણ જોખમી કામમાં વ્યસ્ત રહેવાથી બચવું પડશે. આજે તમે ખાવા-પીવાની બાબતમાં ખૂબ જ આનંદમાં પસાર કરશો.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર પરિણામ લઈને આવી રહ્યો છે. તમારી આવકમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. નોકરી કરી રહેલાં લોકો આજે કોઈ કામને લઈને ચિંતિત હતા તો તેનો ઉકેલ આવી રહ્યો છે. વિદેશથી નોકરી કરતા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારે કેટલીક જૂની ભૂલમાંથી પાઠ શીખવો પડશે. કાર્યસ્થળ પર તમે કોઈ કામને લઈને સહકર્મીઓની મદદ લઈ શકો છો. આજે તમારા ઉપરી અધિકારી શું કહે છે એના પર તમારે ધ્યાન આપવું પડશે.

આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ધનમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. આજે તમે કોઈ એવી યોજનામાં પૈસા રોકશો જ્યાંથી તમને સારો એવો ફાયદો થઈ રહ્યો છે. વ્યવસાયમાં તમને તમારા બાકી રહેલા પૈસા મળવાની સંભાવના છે. જો કોઈ પૈતૃક સંપત્તિ માટે કોઈ લડાઈ ચાલી રહી હોય તો તે પણ ખતમ થઈ જશે. સર્જનાત્મક કાર્યમાં જોડાવાની તક મળશે. તમારે કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળવું જોઈએ. આજે કોઈ નવા કામમાં તમારો રસ વધી શકે છે.

તુલા રાશિના જાતકો પર આજનો દિવસ ખૂબ જ સમજી વિચારીને આગળ વધવાનો રહેશે. આજે તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો. જો તમે કોઈ કામ પૂર્ણ ન થવાને લઈને ચિંતિત હતા, તો તે કાર્ય પૂર્ણ થઈ શકે છે. પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારે લોકોની ભાવનાઓનું સન્માન કરવું પડશે. સ્પર્ધાના ક્ષેત્રમાં તમે આગળ વધશો. તમે તમારી બુદ્ધિમત્તાથી ઘણું હાંસલ કરી શકો છો. કોઈએ સાંભળેલી વાત પર વિશ્વાસ કરવાથી તમને નુકસાન થશે. જીવનસાથીના કરિયરમાં કોઈ મુશ્કેલી આવશે.

વૃશ્ચિક રાશિના જાતકો માતે આજનો દિવસ ઉત્સાહથી ભરપૂર રહેવાનો છે. આજે તમે આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશો. પારિવારિક જીવન ખૂબ જ ખુશહાલ રહેશે. આજે તમારે તમારી ઉર્જાનો યોગ્ય કાર્યોમાં ઉપયોગ કરો. પારિવારિક જીવન સુખમય રહેશે. તમારે બહારનું ખાવાનું ટાળવું જોઈએ. તમારે કોઈ પણ બાબતમાં જીદ અને ઘમંડ ન બતાવવું જોઈએ. તમારા માતા-પિતાના આશીર્વાદથી તમારું કોઈપણ અટકેલું કામ આજે પૂર્ણ થશે. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે. લોકો સામે આજે વિચારો વ્યક્ત કરવાની તક મળશે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યદ્રષ્ટિએ ખૂબ જ સારો રહેવાનો છે. આજે તમને બિઝનેસમાં નવી ડીલ ફાઈનલ કરવાની તક મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. તમારા સાસરી પક્ષની કોઈ વ્યક્તિ સાથે વિવાદ થવાને કારણે પરિવારમાં વાતાવરણ તંગ રહેશે. કોઈ વ્રત પૂર્ણ કરવા માટે તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પણ પૂરું થવાની સંભાવના છે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલાં લોકોને આજે સારા સમાચાર સાંભળવા મળી છે.

મકર રાશિના જાતકો માટે આનંદદાયક રહેવાનો છે. લવલાઈફ જીવી રહેલાં લોકો આજે પોતાના જીવનસાથી સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરશે. આજે તમને ભાઈ-બહેન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે તમારે તમારા કામ સમયસર પૂરા કરવાનો ફ્રયાસ કરવો પડશે. આજે તમારી અંદર સ્થિરતાની લાગણી પ્રબળ બનશે. તમે તમારા ભાઈ તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. તમારે તમારા કામના કાર્યો સમયસર પૂરા કરવાનો પ્રયાસ કરવો જોઈએ. પરીક્ષામાં સારો દેખાવ કરીને વિદ્યાર્થીઓ ખુશ રહેશે. નોકરીમાં કામ કરતા લોકોના અધિકારો વધશે. આજે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું પડશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કીર્તિ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરનારો સાબિત થશે. આજે કામના સ્થળે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. વૈવાહિક જીવનમાં કોઈ મુદ્દે તણાવ જોવા મળી શકે છે. આજે જીવનસાથી તરફથી કોઈ ભેટ મળી શકે છે. કામના સ્થળે કોઈ જુનિયર કર્મચારીની મદદ લેવી પડી શકે છે. પરિવારનો કોઈ સદસ્ય આજે તમારી વાતથી નારાજ થઈ શકે છે. સાસરિયાઓ તરફથી આર્થિક લાભ થઈ રહ્યો છે. પ્રગતિના માર્ગમાં જો કોઈ અવરોધ આવી રહ્યા હશે તો તે દૂર થઈ રહ્યા છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સમજદારી અને ધીરજથી આગળ વધીને નિર્ણય લેવાનો રહેશે. આજે તમને સરકારી યોજનાનો પૂરેપૂરો લાભ મળી રહ્યો છે. નવી નોકરીમાં તમારો રસ વધી રહ્યો છે. આજે તમે લોકો સાથેની દુશ્મનીની લાગણીને સ્થાન આપવાની જરૂર નથી. આજે તમને કોઈ ખાસ વ્યક્તિને મળવાની તક મળશે. બિઝનેસમાં કોઈને પાર્ટનર બનાવશો તો લાભ થવાની પૂરેપૂરી શક્યતા છે. માતાને કોઈ બીમારી સતાવી શકે છે. સંતાનના લગ્નમાં કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેનું નિરાકરણ લાવવું પડશે. લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો.

Krishna Janmashtami PNG Transparent Images Free Download | Vector Files |  Pngtree

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *