ડેસર તાલુકામાં લેહરીપુરા ગામમાં કરદ નદીના બ્રિજની સેફ્ટી દીવાલ ધરાશાયી થતાં ૧ યુવક બાઈક સાથે દટાયો.
વડોદરાના ડેસર તાલુકામાં લેહરીપુરા ગામ પાસે કરદ નદીના બ્રિજની સેફ્ટી દીવાલ ધરાશાયી થઈ છે. જેના પગલે એક યુવક બાઈક સાથે દટાયો હોવાની વિગતો સામે આવી છે.
સેફ્ટી દીવાલ ધરાશાયી થતાં ૧ યુવક બાઈક સાથે દટાયો હતો. દટાયેલા યુવકને જે.સી.બી મશીન વડે બહાર નીકાળવાની કામગીરી હાથ ધરાઈ હતી. જે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
૧૧ મહિનામાં બીજી વાર આ સેફ્ટી દીવાલ ધરાશાઈ થઈ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગ્રામજનોએ ઇજારદાર તેમજ અધિકારીઓ વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ વિરુદ્ધ કડક પગલા ભરવાની ગ્રામજનોએ માંગ કરી છે