જ્યારે ભગવાન વિષ્ણુએ નરસિંહનો અવતાર લઇને ભક્ત પ્રહલાદની રક્ષા કરી હતી ત્યારથી હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. એક દિવસ હોલિકા દહન અને બીજા દિવસે ધૂળેટી એટલે કે રંગોની હોળી મનાવાય છે. હોળીમાં કેટલાક કાર્યો વર્જિત મનાય છે. ક્યા કાર્યો કરવા અશુભ છે. શું નુકસાન થાય છે જાણીએ….
- હોલિકા દહનના દિવસે પૈસા ઉધાર આપવાની ભૂલ ન કરવી આવું કરવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે. સુખ સમૃદ્ધિનો અભાવ થાય છે.
- જે મહિલાને એક પુત્ર છે, તેમણે આજના દિવસે અગ્નિ ન પ્રગટાવવો જોઇએ.પુત્રીની માતા માટે આ કાર્ય વર્જિત નથી.
- હોલિકા દહનના દિવસે સફેદ વસ્તુનું સેવન ન કરવું જોઇએ. સફેદ વસ્તુના સેવનથી નકારાત્મક શક્તિ આકર્ષિત થાય છે. સફેદ મીઠાઇ, ખીર, દૂધ, દહીનું સેવન ન કરવું જોઇએ.
- હોલિકા દહનમાં વડ અને પીપળાનું લાકડું બાળવું અશુભ મનાયા છે. આ સમયે આ વૃક્ષો પર કૂપળો ફૂટી હોવાથી તેને કાપવા અને બાળવું વર્જિત છે.
- હોલિકા દહનના દિવસે મહિલાઓએ માથું ઢાંકીને રાખવું જોઇએ, આવું કરવાથી તેના સંતાનની રક્ષા થાય છે. સંતાનની રક્ષા માટે આજના દિવસે માતા ઉપવાસ પણ રાખી શકે છે.
- હોલિકા દહનના દિવસે ભૂલથી પણ માતાનું અપમાન ન કરવું, શક્ય હોય તો માતાને ઉપહાર આપવો તેનાથી ઉન્નતિના માર્ગ મોકળા બને છે.