ગુજરાતમાં ખતરો હજુ ટળ્યો નથી!

૬ જિલ્લામાં રેડ એલર્ટ, ૮૦૦થી વધુ માર્ગો બંધ થતાં હાલાકી.

Southwest monsoon weakens in Gujarat scattered showers expected

આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ. અમરેલી,ભાવનગર, મોરબી, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક જિલ્લાઓ સહિત મહાનગરોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે હવામાન વિભાગે હજુ ટેન્શન વધારતી આગાહી કરી છે. હવામાન વિભાગના અહેવાલ અનુસાર હજુ પણ ગુજરાતને ભારે વરસાદથી છુટકારો મળી શકે તેમ નથી.

ગુજરાતનો હજુ પીછો નહીં છોડે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ, 800થી વધુ માર્ગો બંધ થતાં હાલાકી 1 - image

આજની આગાહી અનુસાર ૬ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવતા લોકોની ચિંતામાં વધારો થયો છે. 

ખતરો હજુ ટળ્યો નથી! ગુજરાતના આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી, ક્યારે  મળશે રાહત?

જાણો ક્યાં ક્યાં આજે રેડ એલર્ટ 

હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ફરી ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જ્યારે ભાવનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, દમણ, ડાંગ સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 

Road Closed GIFs - Find & Share on GIPHY

અનેક જગ્યાએ રોડ-રસ્તા બંધ, જનજીવન અસ્તવ્યવસ્ત 
ગુજરાત રાજ્યમાં ૮૦૦થી વધુ રોડ રસ્તાની હાલત અત્યંત દયનીય બની જતાં વાહન વ્યહાર બંધ કરી દેવામાં આવ્યો છે. જેના લીધે નોકરીયાતો અને ધંધાર્થીઓને સૌથી મોટી મુશ્કેલી વેઠવી પડી રહી છે. લગભગ ૫૦થી વધુ તો હાઈવે બંધ કરવાની ફરજ પડી છે જેમાં ૩ નેશનલ હાઈવે પણ સામેલ હોવાનું ખુલ્યું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *