મમતા બેનર્જીની મુશ્કેલીમાં વધારો

કોલકાતામાં આજે ભાજપે આપ્યું બંગાળ બંધનું એલાન.

Bengal Bandh Today Live Updates: Shots fired at BJP leader's car in  Bhatpara; TMC party workers protest against stir - The Times of India

કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર રેપ અને મર્ડર કેસને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. જે મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ પ્રદર્શનને નબન્ના અભિયાન નામ આપવામાં આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓનો વિરોધ બુધવારે પણ ચાલુ રહેશે.

Bengali News, Latest Bengali News Headlines, Bangla Khabar, বাংলা খবর, Today  Breaking News in Bengali - Sangbad Pratidin

આ દરમિયાન ભાજપે આજે વિદ્યાર્થીઓના સમર્થનમાં ૧૨ કલાકના બંગાળ બંધનું એલાન આપ્યું છે. આ બંધ બુધવારે સવારે ૦૬:૦૦ વાગ્યા થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી આપવામાં આવ્યું છે.

Nabanna Abhijan: Clashes between protestor and police

જુનિયર ડોક્ટરો પણ હડતાળ પર

નબન્ના કૂચ દરમિયાન પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં આ બંધનું એલાન કરવામાં આવ્યું છે. પરંતુ મમતા બેનર્જી સ્પષ્ટપણે કહે છે કે બુધવારે બંધ નહીં થાય. જો સરકારી કર્મચારીઓ ઓફિસ નહીં પહોંચે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે આજે નબન્ના અભિયાન વચ્ચે જુનિયર ડોક્ટરો પણ હડતાળ પર છે.

આ દરમ્યાન નબન્ના પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં બંગાળમાં 12 કલાકના બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં અલીપુરદ્વાર ગાલમાં વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકરોની પોલીસે ધરપકડ કરી છે.

Anandabazar Patrika | Read Latest Bengali News, Bangla News, বাংলা সংবাদ,  বাংলা খবর from West Bengal's Leading Newspaper

 

ઉત્તર દિનાજપુરમાં બંધ દરમિયાન આગજની

ભાજપે આપેલા બંધની અસરમાં બંગાળના ઉત્તર દિનાજપુરમાં આગજનીના સમાચાર મળ્યા છે. જ્યારે મુર્શિદાબાદમાં ભાજપ સમર્થકોએ એક વ્યક્તિને માર માર્યો છે. જેના કારણે ત્યાં ભારે હોબાળો થયો. તેમજ હાવડામાં ઘણી જગ્યાએ ડ્રાઇવિંગ કરતી વખતે બસ ડ્રાઇવરો હેલ્મેટ પહેરીને જોવા મળ્યા હતા. એક ડ્રાઈવરે જણાવ્યું કે આજે બંધ છે અને તેથી સુરક્ષાના કારણોસર હેલ્મેટ પહેરીને કામ કરી રહ્યો છું.

મમતા સરકારનું વલણ ઘૃણાસ્પદ

મમતા સરકાર પર પ્રહાર કરતા ભાજપના નેતા અગ્નિમિત્રા પોલે કહ્યું કે મમતા સરકારનું વલણ ખૂબ જ ઘૃણાજનક છે. તેમની પાસે કોઈ વિઝન નથી. પોલીસે સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર કર્યો છે. પોલીસે કેમિકલ ભેળવીને વિદ્યાર્થીઓ પર વોટર કેનનથી મારો કર્યો. આ સરકાર મહિલાઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે. અમારો વિરોધ ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *