સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૮ માં તેજી અને ૯ માં ઘટાડો છે. નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૨૮ માં તેજી અને ૧૮ ઘટી રહ્યા છે. આજે BSE પર ૨૯૧૭ શેરનું ટ્રેડિંગ થઈ રહ્યું છે. આમાં ૧૯૬૮ શેર મજબૂત દેખાઈ રહ્યા છે.
આજે એટલે કે ૨૮ ઓગસ્ટે સેન્સેક્સ ૬૮ પોઈન્ટના વધારા સાથે ૮૧,૭૭૯ના સ્તરે ખુલ્યો, જયારે નિફ્ટીમાં પણ ૧૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે, તે ૨૫,૦૩૦ ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૮માં તેજી અને ૯ માં ઘટાડો છે. નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૨૮માં તેજી અને ૧૮ ઘટી રહ્યા છે.
૨૭ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ, BSE પર સૂચિબદ્ધ તમામ શેર્સની કુલ માર્કેટ કેપ ૪,૬૩,૧૪,૯૨૭.૭૭ કરોડ રૂપિયા હતી. આજે એટલે કે ૨૮ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ બજાર ખુલતાની સાથે જ તે ૪,૬૩,૯૫,૧૩૮.૯૬ કરોડ રૂપિયા પર પહોંચી ગયા. મતલબ કે રોકાણકારોની મૂડીમાં ૮૦,૨૧૧.૧૯ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
આજે BSE પર ૨૯૧૭ શેરનું ટ્રેડિંગ થઈ રહ્યું છે. આમાં ૧૯૬૮ શેર મજબૂત દેખાઈ રહ્યા છે, ૮૩૨માં ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે અને ૧૧૭માં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી. આ સિવાય ૧૬૨ શેર એક વર્ષની ટોચે અને ૯ શેર એક વર્ષની નીચી સપાટીએ આવી ગયા. જ્યારે ૧૨૧ શેર અપર સર્કિટ પર પહોંચ્યા, તો ૫૦ શેર લોઅર સર્કિટ પર આવી ગયા.
એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી ૦.૨૩ % અને હોંગકોંગનો હેંગસેંગ ૦.૯૮ % ડાઉન છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ૦.૧૨ % અને કોરિયાનો કોસ્પી ૦.૪૮ % ઘટ્યો છે. NSE ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FIIs) એ ૨૭ ઓગસ્ટના રોજ ₹ ૧,૫૦૩.૭૬ કરોડના શેર ખરીદ્યા હતા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DII) એ ₹ ૬૦૪.૦૮ કરોડના શેરનું વેચાણ કર્યું હતું. ૨૭ ઓગસ્ટના રોજ અમેરિકન બજારનો ડાઉ જોન્સ ૦.૦૨૪ % ના વધારા સાથે ૪૧,૨૫૦ ના સ્તર પર બંધ થયો હતો. Nasdaq ૦.૧૬ % વધીને ૧૭,૭૫૪ પર બંધ થયો. S&P ૫૦૦ ૦.૧૬ % ઘટીને ૫,૬૨૫ પર બંધ થયો.
ગઈકાલે એટલે કે ૨૭ ઓગસ્ટના રોજ સેન્સેક્સ ૧૩ પોઈન્ટના વધારા સાથે ૮૧,૭૧૧ ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ ૭ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, તે ૨૫,૦૧૭ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૯માં ઘટાડો અને ૧૧માં તેજી હતી. નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૩૧ માં ઘટાડો અને ૧૮ માં ઉછાળો હતો.