ભારે વરસાદને કારણે શાકભાજીના ભાવમાં ભડકો

મેથી કોથમીરના ભાવ આસામને : લીબુએ સેન્ચુરી ફટકારી, ફ્લાવરના દોઢસો…

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિમાં શાકભાજીની આવકમાં ઘટાડો થતા છેલ્લા બે દિવસમાં શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળ્યો છે, વરસાદી મોસમમાં લોકો ગરમા ગરમ ભજીયા ખાઈ રહ્યા છે ત્યારે માર્કેટમાં મેથી અને કોથમીરના ભાવ આસમાને પહોંચી ગયા છે અને ૫૦ થી ૬૦ રૂપિયા ખર્ચવા છતાં સારી મેથી મળતી નથી, બીજી તરફ બટાટા, ટમેટા અને મરચાના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે.

Vegetable Supply: Heat Impacts Veggie Supply, Prices Surge | Delhi News -  Times of India

જન્માષ્ટમીના તહેવારને કારણે યાર્ડ બંધ રહ્યા બાદ ભારે વરસાદ કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થતા શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. રાજકોટ શહેરની જુદી-જુદી શાક માર્કેટમાં દરેક શાકભાજીના ભાવમાં સરેરાશ ૪૦થી ૫૦ %નો વધારો જોવા મળી રહ્યો છે. લોકોના ઘરમાં રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવતા ટામેટા, કોબીજ, ફ્લાવર, લીંબુ, મરચાં, ગવાર, ચોળી, ભીંડા, કોથમીર, આદું, ડુંગળી, સુકું લસણ સહિતના શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વરસાદના કારણે માલ ન આવતા ભાવ વધ્યા હોવાનું હોલસેલ વેપારીઓનું કહેવું છે.

Heavy rain cause veg price rise

રાજકોટના શાકભાજીના છૂટક વેપારી સુલેમાન મહિડાએ જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે માર્કેટમાં રીંગણ, ફૂલાવર, ટામેટા, ચોળી અને દૂધી સહિતના શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત કાકડી, ગુવાર, સરગવો, પરવર, ટીંડોળા, તુરિયા, ગલકાના ભાવમાં પણ વાધારો જોવા મળ્યો છે. હાલમાં ગુવાર, કોબીજ-ફ્લાવર, કોથમરી, મરચા, મેથિયાને રીંગણાં સહિતના શાકભાજીના ભાવ વધ્યા છે અને વરસાદી માહોલમાં બજારમાં હજુ માલ નહીં આવે તો લોકોએ શાકભાજી માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે.

શાકભાજીના ભાવ

Food Clipart - vegetable-basket-2a-animation - Classroom Clipart

શાકભાજી    ભાવ (પ્રતિ કિલોગ્રામ)

બટાટા –       ૫૦-૬૦

ડુંગળી –        ૫૦-૬૦

કોથમરી –     ૨૦૦–૨૫૦

ટમેટા –         ૫૦-૬૦

રીંગણાં –       ૫૦-૬૦

ગુવાર –         ૮૦-૧૦૦

ભીંડા –          ૬૦-૭૦

આદુ –           ૨૦૦

મેથી –           ૨૫૦-૩૦૦

લીંબુ –          ૧૦૦

મરચા –          ૬૦

ફ્લાવર –       ૧૦૦-૧૫૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *