વરસાદી પાણીના નિકાલ મુદ્દે તંત્રને ઝાટકતી હાઇકોર્ટ

ચાર ઇંચ વરસાદ પણ તમારા માટે પડકાર ઉભા કરે છે અને ૧૧ ઇંચમાં તો સીસ્ટમ ફેઈલ
રખડતા ઢોર અને ટ્રાફિક સમસ્યા મામલે સુનાવણી દરમિયાન બે ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા
 

ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદને લીધે મોટાભાગના રસ્તા ધોવાઈ ગયા છે અને મગરની પીઠ કરતા પણ ખરાબ થઇ ગયા છે. રસ્તાની આવી હાલતને લીધે વાહન ચાલકો પરેશાન છે અને પોતાની વ્યથાનો પડઘો અખબારો અને સોશિયલ મીડિયાનાં માધ્યમથી પાડી રહ્યા છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે પણ આ લાગણીનો પડઘો પાડ્યો હતો અને સરકારી તંત્રની ટીકા કરી હતી. હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, અમે જોઈએ છીએ કે વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો નથી. ચાર જેટલો વરસાદ પણ પડકાર ઉભા કરે છે અને ૧૧ ઇંચ વરસાદ આવે તો સીસ્ટમ ફેઈલ થઇ જાય છે.

Road Washed Out as Typhoon Shanshan Batters Miyazaki Prefecture

હાઇકોટે કહ્યું હતું કે, વરસાદી પાણીનાં નિકાલનું યોગ્ય આયોજન હોવું જોઈએ..અત્યારે વરસાદ પડે એટલે સર્વત્ર પાણી ભરાઈ જાય છે. ગત વરસે કચ્છ અને જુનાગઢમાં પાણી ભરાયા હતા અને આ વખતે અમદવાદ અને વડોદરામાં પાણી ભરાયા છે. અમે ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી કેટલાક દ્રશ્યો જોયા છે.

gujarat high court : રખડતાં ઢોર મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી

વાસ્તવમાં ગુરુવારે ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોરના કારણે ઉદભવેલ ટ્રાફિક સમસ્યાને લઈને કન્ટેમ્ટ પિટિશન પર સુનાવણી હાથ ધરી હતી. આ સુનાવણી દરમિયાન ખરાબ રસ્તા અને પાણી ભરાવાની સમસ્યાનો ઉલ્લેખ થયો હતો. કોર્ટે ટકોર કરી કે અત્યાર સુધી રસ્તે રખડતા ઢોર મામલે ૬૦ ઓર્ડર થયા છતાં પણ કોઈ ઉચિત કામગીરી ના જોવા મળતા ગૃહ વિભાગમાં સંબંધિત અધિકારીઓને કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો હતો. આ મામલામાં અગાઉની સુનાવણીમાં સરકારની પેરવી કરતા અધિકારીએ કહ્યું હતું કે ગુજરાત જ નહિ અન્ય રાજ્યોમાં પણ આવું થાય છે. વકીલની ઝાટકણી કાઢતાં જજે કહ્યું કે વકીલ દર અઠવાડિયે મીઠું મીઠું બોલીને ગોળીઓ પીવડાવે છે એટલે ઉચ્ચ અધિકારીઓને બોલાવવાની ફરજ પડી.

News & Views :: અમદાવાદ શહેરમાં રખડતા ઢોર મુદ્દે પશુ માલિક સામે પોલીસ કરશે  કાર્યવાહી

રખડતા ઢોર મામલે હાઈકોર્ટમાં ચાલતી સુનાવણીમાં કોર્ટના આદેશ બાદ આજે ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એમ. કે. દાસ તથા અર્બન હાઉસિંગ અને ડેવલોપમેન્ટ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અશ્વિનીકુમારે હાજરી આપી હતી.

Drains Overflow as Typhoon Pounds Southwest Japan With Torrential Rain

કોર્ટે ઉપસ્થિત થયેલ બંને સરકારી અધિકારીઓને ટકોર કરતાં કહ્યું કે વારંવાર રોડ તૂટતા જોવા મળે છે એટલે રોડ ઉપર રોડ બનાવવાના બદલે જૂનો રોડ કાઢીને નવો રોડ બનાવવામાં આવે. કેમકે એક વખત રોડ પર પાણી ભરાય એટલે તે ખરાબ થઈ જાય છે. કોર્ટ ફક્ત વાતો નહીં પરંતુ ઉચિત કામગીરી પર ભાર મૂકે છે. આ કામગીરી તમામ જિલ્લાઓમાં પણ કરવામાં આવે તેવી કોર્ટની અપેક્ષા છે.

રખડતા ઢોરની અડફેટે આવેલા મૃતકના પરિવારને કોર્ટે 5 લાખનું વળતર અપાવ્યું |  High Court Asked For Rs 5 Lakh Compensation to Heirs of Gujarat Youth Lost  Life by Stray Cattle - Gujarat Samachar

હાઈકોર્ટે રખડતા ઢોર અને ટ્રાફિક સમસ્યા મામલે રાજ્ય સરકારના અધિકારીઓને ફટકાર લગાવતા કહ્યું કે આ મામલે અરજી થયાના 5 વર્ષ પછી પણ સ્થિતિની ‘જેમ’ ને ‘તેમ’ છે. આ સમસ્યા દૂર કરવા અન્ય રાજ્યોનું ઉદાહરણ આપવાના બદલે કામગીરી કરવામાં આવે તો સમસ્યા હલ થાય. સરકાર પાસે પૂરતા માણસો ના હોય તો તે તેમની સમસ્યા છે. પ્રત્યેક સુનાવણીમાં એકનું એક બહાનું કાઢી છટકી જવાના પ્રયાસ થાય છે. કોર્ટે કહ્યું કે હવે સમય બગાડયા વગર લોખંડી પંજાથી કામગીરી કરાશે. જવાબદારોને કોર્ટમાં બોલાવવા લાગીશું તો જ કામ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *