વડોદરામાં પૂરની સ્થિતિ બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો છે

વડોદરામાં ભારે વરસાદ બાદ નિર્માણ થયેલી પરિસ્થિતિમાં જનતા સાથે એક પણ નેતા ઉભો ન રહ્યો. છેલ્લા ૩ દિવસથી હરણી વિસ્તારના લોકો મુસીબતમાં હતા ત્યારે કોઈ ધારાસભ્ય ન દેખાયા, જેને પગલે હવે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

વડોદરામાં પૂરની સ્થિતિ બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો છે. વડોદરામાં ભારે વરસાદ બાદ નિર્માણ થયેલી પરિસ્થિતિમાં જનતા સાથે એક પણ નેતા ઉભો ન રહ્યો. વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે નેતાઓ નાગરિકોના રોષનો ભોગ બન્યા છે. ચૂંટણી સમયે લોકોની તકલીફમાં સાથ આપવાના બણગાં ફૂંકનારા નેતાઓ ખરા સમયે જનતાને કામ ન આવ્યા. શહેરના વિવિધ વિસ્તારોમાં નદીઓના પાણી ફરી વળતાં લોકોની હાલત કફોડી થઈ પરંતું નેતાઓ પોતાના બંગલામાં બેસી રહ્યાં. આવા સમયે લોકોની ભાળ ન લેનારા નેતાઓ સામે લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો.

Amit Chavda

વોર્ડ નંબર- ૭ ના કોર્પોરેટર બંદિશ શાહ દેખાડો કરવા આવ્યા તો લોકોએ તેમને ભગાડી મુક્યા. તો આવી જ સ્થિતિ ધારાસભ્ય મનીષા વકીલની થઈ. ધારાસભ્ય મનીષા વકીલ હરણી વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિકોએ ધારાસભ્યનો હુરિયો બોલાવ્યો હતો. છેલ્લા ૩ દિવસથી હરણી વિસ્તારના લોકો મુસીબતમાં હતા. તેમ છતાં ધારાસભ્ય દેખાયા ન હતા. મોડે મોડે ધારાસભ્ય મનીષા વકીલ હરણી વિસ્તારમાં સફાઈ કરાવવા પહોંચતા લોકોએ રોષ ઠાલવ્યો હતો. લોકોને ખાવાના ફાંફા હતા ત્યારે ધારાસભ્ય પોતાના બંગલામાં બેસી રહી તમાશો જોયો અને હવે વ્હાલા થવાથી શું ફાયદો.

5 main roads, 800 shops, more than 350 houses in Kheda flooded | પૂરની આફત:  ખેડામાં 5 મુખ્ય માર્ગ, 800 દુકાન, 350થી વધુ ઘર પાણીમાં ગરકાવ - kheda  (Nadiad) News | Divya Bhaskar

લોકોના રોષનો ભોગ તો વિધાનસભાના દંડક બાળુ શુક્લા અને શહેર ભાજપ પ્રમુખ વિજય શાહને પણ બનવું પડ્યું. સમા વિસ્તારની અજીતનગર સોસાયટીમાં ગયા તો લોકોએ રોકડું પરખાવી દીધું. સમા વિસ્તારની અજીતનગર સોસાયટીના નાગરિકોએ નેતાઓને સંભળાવી દીધું, લોકોએ નેતાઓ સામે બળાપો કાઢ્યો અને હવેથી તેમના વિસ્તારમાં ન ઘૂસવાની ચેતવણી પણ આપી.

245 talukas of the state received rain today | Gujarat Rain: આજે રાજ્યના  245 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજકોટમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો

લોકોની પરેશાની સમયે ગાયબ થઈ જતા નેતાઓ સામે લોકોમાં ભારો રોષ જોવા મળી રહ્યો છે. નેતાજીને માલૂમ થાય કે આ જનતાએ તમને સેવા માટે મત આપ્યા છે માત્ર મેવા માટે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *