ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય

સરકારી અને GMERS મેડિકલ કૉલેજમાં સેવારત ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો.

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય: ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો 1 - image

રાજ્યના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબો માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં સરકારી અને GMERS મેડિકલ કૉલેજમાં સેવારત ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય: ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના  સ્ટાઇપેન્ડમાં વધારો | Gujarat Government Increase in stipend rate of  interns and resident doctors of the ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

Hrishikesh Patel, who got the highest lead in the history of Visnagar  assembly elections, became a cabinet minister | મંત્રી મંડળની રચના:  વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ બન્યા રાજ્યના નવા ...

તાજેતરમાં C.H.C, સબ ડિસ્ટ્રીક્ટ, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના કરાર આધારિત તજજ્ઞ તબીબોના પગાર વધારાના મહત્વપૂર્ણ નિર્ણય બાદ ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

Rushikesh Patel (@irushikeshpatel) / X

રાજ્યની ૬ સરકારી અને ૧૩ GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી) સંચાલિત મેડિકલ કૉલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને અનુસ્નાતક તેમજ સુપર સ્પેશ્યાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટ્સ તબીબોને મળતા સ્ટાઇપેન્ડના દરમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યની સરકારી મેડિકલ કૉલેજના મેડીકલ,ડેન્ટલ, ફિઝીયોથેરાપી, હોમિયોપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ, અનુસ્નાતક અને સુપર સ્પેશ્યાલીટી અભ્યાસક્રમના રેસીડન્ટ તબીબોને આ સ્ટાઇપેન્ડના દરમાં થયેલ વધારાનો લાભ મળશે.

stipend increase interns resident doctors government gmers medical colleges  | રાજ્યના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય,  સ્ટાઈપેન્ડમાં કર્યો ...

સરકારી મેડિકલ કૉલેજના મેડિકલ ઇન્ટર્ન્સને રૂ. ૨૧,૮૪૦, ડેન્ટલમાં રૂ. ૨૦,૧૬૦, ફિઝીયોથેરાપીમાં રૂ.૧૩,૪૪૦ તેમજ આયુર્વેદ અને હોમિયોપેથીમાં રૂ. ૧૫,૧૨૦ સ્ટાઇપેન્ડ મળશે. ડિગ્રીના મેડિકલ રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.૧,૦૦,૮૦૦, બીજા વર્ષમાં રૂ.૧,૦૨,૪૮૦, ત્રીજા વર્ષમાં રૂ.૧,૦૫,૦૦૦, ચોથા વર્ષ (સિનિયર રેસીડન્ટ) અને ક્લીનીકલ આસિસટન્ટને રૂ.૧,૧૦,૮૮૦નો લાભ મળશે. સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓના મેડિકલ રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.૧,૨૦,૯૬૦, બીજા વર્ષમાં રૂ.૧,૨૬,૦૦૦ અને ત્રીજા વર્ષમાં રૂ.૧,૩૪,૪૦૦ તેમજ ડેન્ટલ રેસીડન્ટ(ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂ.૭૮,૯૬૦, બીજા વર્ષમાં રૂ.૮૧,૪૮૦, ત્રીજા વર્ષમાં રૂ.૮૩,૪૯૬, ફિઝીયોથેરાપી (ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂ.૩૫,૨૮૦ અને બીજા વર્ષમાં રૂ.૪૩,૬૮૦ ચૂકવવામાં આવશે.

Rushikesh Patel (@irushikeshpatel) / X

મેડિકલ રેસીડન્ટ(ડિપ્લોમાં)ને પ્રથમ વર્ષમાં રૂ.૭૫,૬૦૦ અને બીજા વર્ષમાં રૂ.૮૨,૩૨૦ સ્ટાઇપેન્ડ ચૂકવાશે. આયુર્વેદિક સેવાઓમાં પી.જી. રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.૫૦,૪૦૦, બીજા વર્ષમાં રૂ.૫૩,૭૬૦ અને ત્રીજા વર્ષમાં રૂ. ૫૭,૧૨૦ ચૂકવવામાં આવશે. તદ્ઉપરાંત GMERS સંચાલિત મેડિકલ કૉલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સને રૂ. ૨૧,૮૪૦, જુનીયર રેસીડન્ટ્સને રૂ.૧,૦૦,૮૦૦ અને સિનિયર રેસીડન્ટ્સ ને રૂ. ૧,૧૦,૮૮૦ ચૂકવવામાં આવશે.

Greys anatomy GIF - Find on GIFER

GMERS સંચાલિત મેડિકલ કૉલેજના અનુ-સ્નાતક અભ્યાસક્રમના જુનિયર અને સિનિયર રેસીડન્ટ તબીબોને પ્રથમ વર્ષમાં રૂ. ૧,૦૦,૮૦૦, બીજા વર્ષમાં રૂ. ૧,૦૨,૪૮૦, ત્રીજા વર્ષમાં રૂ. ૧,૦૫,૦૦૦ ચોથા વર્ષમાં (સિનિયર રેસીડન્ટ અને ક્લીનીકલ આસિસટન્ટ)ને રૂ. ૧,૧૦,૮૮૦ સ્ટાઇપેન્ટ ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ સ્ટાઇપેન્ડ વધારાનો હુકમ તા. ૦૧/૦૪/૨૦૨૪ની અસરથી અમલમાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *