LoC પર જવાનો સાથે આતંકવાદીઓનું એન્કાઉન્ટર.
એલઓસીની વાડ પાસે આતંકવાદીઓની ગતિવિધિ જોવા મળ્યા બાદ એલર્ટ જવાનોએ ચેલેન્જ જારી કરી હતી. ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું, જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ ગોળીબાર કર્યો હતો.
સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. એલઓસીની વાડ પાસે આતંકવાદીઓની ગતિવિધિ જોવા મળ્યા બાદ એલર્ટ જવાનોએ ચેલેન્જ જારી કરી હતી. ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું, જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ ગોળીબાર કર્યો હતો. આ પછી એન્કાઉન્ટર શરૂ થયું. આ પહેલા ૩૦ ઓગસ્ટે સેનાએ ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પર બે અલગ-અલગ ઓપરેશનમાં ત્રણ ઘૂસણખોરોને ઠાર કર્યા હતા.
સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે કુપવાડા જિલ્લાના તંગધારમાં ૨૮-૨૯ ઓગસ્ટની મધ્યવર્તી રાત્રે સંભવિત ઘૂસણખોરીના પ્રયાસો વિશે ગુપ્ત માહિતી મળ્યા બાદ ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કુપવાડા જિલ્લાના માછિલમાં એલઓસી પર શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ લગભગ તે જ સમયે અન્ય સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ખરાબ હવામાનનો ફાયદો ઉઠાવીને આતંકવાદીઓ સરહદ પારથી ભારતીય વિસ્તારમાં ઘૂસવાની યોજના બનાવી રહ્યા હતા. સતર્ક સૈનિકોએ ઘૂસણખોરોને નિશાન બનાવ્યા અને ગોળીબાર કર્યો, જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા.