ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરના કારણે ઘણી તબાહી થઈ છે. પરંતુ હવે ગુજરાતની જનતાને થોડી રાહત મળવાની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી.
વાવાઝોડું અસના પશ્ચિમ તરફ વળતાં ગુજરાતના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, હજુ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ઘણી જગ્યાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે શનિવારે જણાવ્યું હતું કે વાવાઝોડું અરબી સમુદ્ર પર પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને તેની તીવ્રતા ૧ સપ્ટેમ્બરની સવાર સુધી યથાવત રહેશે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ‘અસના ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્ર પર પશ્ચિમ તરફ આગળ વધવાની અને ૧ સપ્ટેમ્બરની સવાર સુધી તેની તીવ્રતા જાળવી રાખવાની સંભાવના છે. આ પછી, ૨ સપ્ટેમ્બર ૨૦૨૪ ની સવાર સુધીમાં, તે ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્ર પર ધીમે ધીમે નબળું પડીને ડિપ્રેશનમાં બદલાઈ જશે.’
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની અપેક્ષા નથી. ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરના કારણે ઘણી તબાહી થઈ છે. પરંતુ હવે ગુજરાતની જનતાને થોડી રાહત મળવાની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. IMDના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ક્યાંય પણ ભારે વરસાદનું રેડ એલર્ટ નથી. આ સાથે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં અસના ચક્રવાતનું સંકટ પણ ટળી ગયું છે. ચક્રવાત ઓમાન તરફ આગળ વધી ગયું છે.
સપ્ટેમ્બર મહિનાના પ્રથમ પાંચ દિવસને લઇને આગાહી બહાર પાડી છે જે અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદને લઈ કોઈ જ એલર્ટ નથી, પરંતુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના એકાદ બે જિલ્લાઓ અને વડોદરા તેમજ પંચમહાલમાં ચોક્કસ દિવસોએ વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે.
૧ સપ્ટેમ્બરે વડોદરા, છોટાઉદેપૂર, પંચમહાલ, નર્મદા અને દાહોદમાં યલો એલર્ટ અપાયું છે એટલે કે આ જિલ્લાઓના છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.
૨ સપ્ટેમ્બરે ભરૂચ, નર્મદા, આણંદ, પંચમહાલ, દાહોદમાં યલો એલર્ટ, તેમજ વડોદરા અને છોટા ઉદેપૂરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.