પાકિસ્તાનની વધુ એક શરમજનક ઘટના

નવા સ્ટોરને ઉદઘાટન સમયે જ લૂંટીને લઇ ગઈ ‘પ્રજા’.

Shopping mall looted on opening day in Pakistan | पाकिस्तान में ओपनिंग डे  पर शॉपिंग मॉल में लूट: ड्रीम बाजार की ओपनिंग में पहुंचे हजारों लोग; भारी  डिस्काउंट के ...

કરાંચીમાં ખાતે નવી કપડાની દુકાનના ભવ્ય ઓપનિંગ સમયે વિશાળ ટોળાએ મકાનમાં ધસારો કરીને લૂંટ મચાવી અને માલમિલકતને નુકસાન પહોંચાડતા અરાજકતા સર્જાઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં લોકો મકાનમાં ધસી જઈને લૂંટફાટ મચાવતા તેમજ મિલકતની તોડફોડ કરતા નજરે પડતા હતા જ્યારે દુકાનનો સ્ટાફ અસહાય બનીને જોયા કરતો હતો. દુકાનનું ઉદ્ઘાટન ૩ કલાકે થયું હતું અને અડધો કલાકમાં સમગ્ર માલ સામાન લૂંટાઈ ગયો હતો તેમજ મિલકતને પણ ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

Shopping mall looted on opening day in Pakistan | पाकिस्तान में ओपनिंग डे  पर शॉपिंग मॉल में लूट: ड्रीम बाजार की ओपनिंग में पहुंचे हजारों लोग; भारी  डिस्काउंट के ...

શહેરના ગુલીસ્તાન-એ-જોહર ખાતે ડ્રીમ બઝાર નામની કપડાની દુકાનના ઉદ્ઘાટનના કાર્યક્રમની સોશિયલ મીડિયા પર ભારે જાહેરાત કરાઈ હતી અને મોટા ડિસ્કાઉન્ટની ઓફર થતા વિશાળ મેદની જમા થઈ હતી. ભીડને બેકાબૂ બનતી જોતા સ્ટોરના મેનેજમેન્ટે દુકાન બંધ કરવાનો પ્રયાસ કરતા ટોળું વિફર્યું હતું અને ઉદ્ઘાટનના અડધા કલાક પછી જ દુકાન સંપૂર્ણપણે લૂંટી લેવામાં આવી હતી. કેટલીક વ્યક્તિઓએ તો પોતે લૂંટ કરતી વખતે વીડિયો પણ ઉતાર્યો હતો. 

Shopping mall looted on opening day in Pakistan | पाकिस्तान में ओपनिंग डे  पर शॉपिंग मॉल में लूट: ड्रीम बाजार की ओपनिंग में पहुंचे हजारों लोग; भारी  डिस्काउंट के ...

વિદેશમાં રહેતા પાકિસ્તાની ઉદ્યોગપતિએ બનાવેલી આ સ્ટોરમાં થયેલી લૂંટફાટ અને તોડફોડને કારણે તેને મોટું નુકસાન ભોગવવું પડયું હતું. મોટા પાયે અરાજકતા થઈ હોવા છતાં સ્થાનિક પોલીસની ગેરહાજરી વર્તાતી હતી. પોલીસે પછી દાવો કર્યો કે તેમને આ કાર્યક્રમની અગાઉથી જાણકારી નહોતી આપવામાં આવી, પણ તેમને માહિતી મળતા તુરંત કાર્યરત થયા હતા.

Shopping mall looted on opening day in Pakistan | पाकिस्तान में ओपनिंग डे  पर शॉपिंग मॉल में लूट: ड्रीम बाजार की ओपनिंग में पहुंचे हजारों लोग; भारी  डिस्काउंट के ...

સ્ટોરના મેનેજમેન્ટે ઘટના બાબતે તીવ્ર હતાશા વ્યક્ત કરી હતી અને ભીડના નુકસાનકારક વર્તનની ટીકા કરતા જણાવ્યું કે પાકિસ્તાનમાં વિદેશી રોકાણ થતા નથી અને જ્યારે થાય છે ત્યારે આવી ઘટના બને છે. સ્ટોરના સંચાલકોના મતે આવી ઘટનાને કારણે પાકિસ્તાનમાં થનાર સંભવિત રોકાણ પર ભારે અસર પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *