ઘણા શ્રદ્ધાળુ ફસાયા હોવાની આશંકા.
માતા વૈષ્ણો દેવી મંદિરના પ્રવાસ માર્ગ પર ભૂસ્ખલનના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટનામાં ઘણા શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની આશંકા છે.
ન્યૂઝ એજન્સી આઈએએનએસ અનુસાર વૈષ્ણો દેવી યાત્રા માર્ગ પર જે જગ્યાએ ભૂસ્ખલન થયું છે તે પંછી હેલિપેડની નજીક છે. કેટલાક યાત્રાળુઓ ભૂસ્ખલનના કારણે ફસાયા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડ ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી ચલાવી રહી છે.
માતા વૈષ્ણો દેવી શ્રાઇન ટ્રેક પર પથ્થર પડવાની અને ભૂસ્ખલનની ઘટના બની છે. માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડ (એસએમડીએસબી)ની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી હતી.
ગયા મહિને વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર સ્થિત શ્રાઈન બોર્ડ દ્વારા સંચાલિત એક દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. ૬ ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં શ્રાઈન બોર્ડ દ્વારા સંચાલિત એક સ્મારિકા દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ત્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માતમાં દુકાન સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી.