પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બંગાળ વિધાનસભામાં મહિલા સુરક્ષા પર બિલ રજુ કર્યુ.આના દ્વારા દુષ્કર્મના દોષીઓને ફાંસીની સજા આપવાની જોગવાઇ છે.. ટીએમસી સરકારમાં વિધાનસભામાં અપરાજિતા મહિલા અને બાલ વિધેયક રજુ કરવામાં આવ્યું હતું. આ બિલ અંતર્ગત પીડીતાનું મોત થવાના સંજોગોમાં દોષીતો માટે મૃત્યુંદડની જોગવાઇ છે.. વર્તમાન કાયદામાં પરિવર્તન બાદ આ બિલને રજુ કરવામાં આવ્યું છે. જે પાસ થઈ ગયું છે.
કોલકાતામાં આરજી કર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર રેપ બાદ હત્યાની ઘટનાને કારણે ઘેરાયેલી પશ્ચિમ બંગાળની સરકારે બળાત્કારીને ફાંસીની સજા આપવા માટે કાયદામાં સુધારાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ ડ્રાફ્ટને આજે બંગાળની વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભામાં વિશેષ સત્ર બોલાવીને અપરાજિતા મહિલા અને ચાઈલ્ડ બિલ રજૂ કર્યું છે. ત્યારબાદ સભામાં આ બલ પર ચર્ચા શરૂ થઈ હતી.
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ બિલને ઐતિહાસિક ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘હવે CBI ન્યાય અપાવશે. આ બિલ પ્રમાણે જો કોઈ દોષી બળાત્કારીની કરતૂતોને કારણે પીડિતાનું મોત થાય તો તેવા મામલામાં ગુનેગારને ફાંસીની સજા આપવામાં આવશે.’

મમતા સરકારના આ બિલનું વિપક્ષી પાર્ટી ભાજપે પણ સમર્થન કર્યું છે. વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, ભાજપ એન્ટી રેપ બિલનું સંપૂર્ણ સમર્થન કરે છે. અમે ઈચ્છીએ છીએ કે આ કાયદો ઝડપથીથી લાગુ કરવામાં આવે. આ રાજ્ય સરકારની જવાબદારી છે.
મમતા બેનર્જીએ કહ્યું કે, હું સમગ્ર પશ્ચિમ બંગાળ વતી અપરાજિતા બિલનું સ્વાગત કરું છું. 3 સપ્ટેમ્બર 1981ના રોજ યુએનએ મહિલાઓ સામેના અત્યાચારો સામે પગલાં લીધા અને મહિલાઓ સામેના ભેદભાવ અંગે સંમેલન શરૂ કર્યું. આ ઐતિહાસિક તારીખે હું આ બિલને સ્વીકારવા માટે દરેકનું સ્વાગત કરું છું. હું પીડિતા પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું જેની સાથે આવો ગંભીર અપરાધ થયો અને મૃત્યુ પામી છે.
સીએમએ કોલકાતા રેપ-મર્ડર કેસ અંગે કહ્યું કે, અમે દુષ્કર્મના દોષિતો સામે કડક કાર્યવાહીની માગ કરીએ છીએ. આ એક ગંભીર અપરાધ છે. આ સાથે જ તેમણે કહ્યું કે, એ સમાજ કોઆ સમાજ ન હોઈ શકે જ્યાં મહિલાઓનું સમ્માન કરવામાં ન આવે.
સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે ૮ ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં એક જુનિયર ડોક્ટરની રેપ બાદ હત્યા કરવામાં આવી, તે સમયે હું ઝાડગ્રામમાં હતી. જ્યાં સુધી આ કેસ કોલકાતા પોલીસના હાથમાં હતો ત્યાં સુધી હું ઝાડગ્રામમાં જ હતી. ઘટનાની જાણકારી મળતા જ મેં પીડિત પરિવાર સાથે મુલાકાત કરી. સીએમએ એમ પણ કહ્યું કે, CBIને કેસ સોંપતા પહેલા મારે રવિવાર સુધીનો સમય જોઈતો હતો. મારી પોલીસ એક્ટિવ હતી. અમે ઈચ્છીએ છીએ કે, CBI કેસની તપાસ કરે અને પીડિતાને ન્યાય અપાવે.