નેટફ્લિક્સનો યુ ટર્નઃ IC ૮૧૪ સિરીઝમાં અસલી હાઈજેકરના નામ બતાવશે

સોશિયલ મીડિયામાં વિરોધ પછી નેટફ્લિક્સનો નિર્ણય.

Netflix Netflix Logo GIF - Netflix Netflix Logo Logo - Discover & Share GIFs

લેટેસ્ટ વેબ સીરિઝ ‘IC ૮૧૪: કંદહાર હાઇજેક’માં નામ બાબતે ભારે હોબાળો મચ્યા બાદ અંતે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સે પોતાની ભૂલ સ્વિકારી લીધી છે અને શોના વાંધાજનક કન્ટેન્ટમાં ફેરફાર કરવા માટે સંમત થઈ ગયું છે   નેટફ્લિક્સે અમે સીરિઝનાં ડિસ્ક્લેમરમાં અપડેટ કરીને આતંકવાદીઓના અસલી નામ અને કોડ આપ્યા છે.

નેટફ્લિક્સનો યુ ટર્નઃ IC 814 સિરીઝમાં અસલી હાઈજેકરના નામ બતાવશે, સોશિયલ મીડિયામાં વિરોધ પછી નિર્ણય 1 - image

નેટફ્લિક્સ ઈન્ડિયાના કન્ટેન્ટના વડા મોનિકા શેરગીલે આજે કહ્યું છે કે, ‘૧૯૯૯માં ભારતીય એરલાઈન્સની ફ્લાઈટ ૮૧૪ના અપહરણને ન જાણનારા દર્શકો માટે વેબસિરીઝના શરૂઆતના ડિસ્ક્લેમરને અપડેટ કરવામાં આવ્યું છે, જેમાં અપહરણકર્તાઓના વાસ્તવિક કોડ અને નામ સામેલ કરાયા છે. ભારતમાં કહાની કહેવાની સ્મૃદ્ધ સંસ્કૃતિ છે અને અમે આ કહાનીઓ અને તેના પ્રામાણિક પ્રતિનિધ્તવને દર્શાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

Netflix GIFs | Tenor

આ સીરિઝમાં આતંકવાદીઓ ભોલા અને શંકરના નામને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સીરિઝમાં નામ અંગે ભારે વિરોધ બાદ સોમવારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સ ઈન્ડિયાના કન્ટેન્ટ હેડને સમન્સ જારી કરીને હાજર થઈને સ્પષ્ટીકરણ આપવા કહ્યું હતું. આજે નેટફ્લિક્સ હેડ મોનિકા શેરગિલ સરકાર સમક્ષ હાજર થઈ હતી.

IC 814 controversy update: 5 burning questions about Anubhav Sinha, Vijay  Varma Netflix series answered - India Today

મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને નેટફ્લિક્સ ઈન્ડિયાના વડા મોનિકાની બેઠકમાં આ વિવાદ પર ચર્ચા થઈ હતી. અંતે નેટફ્લિક્સએ કેન્દ્ર સરકારને કહ્યું કે તેઓ વેબ સીરિઝ ‘IC ૮૧૪: કંદહાર હાઇજેક’ના વાંધાજનક ભાગમાં ફેરફાર કરવા માટે તૈયાર છે. આ સિવાય એ પણ ખાતરી આપવામાં આવી કે ભવિષ્યમાં નેટફ્લિક્સ પર જે પણ ફિલ્મો કે વેબ સીરિઝ રિલીઝ થશે, તે દેશના લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.

IC 814 Web Series Controversy : વેબસિરીઝ IC 814: The Kandahar Hijack' આવી  વિવાદોમાં, સરકારે મોકલી નોટીસ, મુસ્લિમ હાઈજેકર્સને હિન્દુ નામ સાથે  દર્શાવ્યા - Gujarati News ...

૨૯ ઓગસ્ટના રોજ રીલિઝ થયેલ ‘IC ૮૧૪: ધ કંદહાર હાઇજેક’ અનુભવ સિન્હા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. ૧૯૯૯માં નેપાળથી ભારત આવી રહેલા પ્લેનના અપહરણ પ્રકરણ કંદહાર પ્લેન હાઇજેકની ઘટના પર આધારિત સીરિઝમાં કુલ ૬ એપિસોડ છે. આ સીરિઝના બે હાઇજેકર્સના નામને લઇને વિવાદ ઉભો રહ્યો છે. આ પ્લેનને પાંચ હાઈજેકર્સ દ્વારા હાઈજેક કરવામાં આવ્યું હતું. આ આતંકવાદીઓએ હાઇજેક દરમિયાન પોતાના જે કોડ નેમ રાખ્યા હતા તે જ ભોલા, શંકર, ડોક્ટર, બર્ગર અને ચીફ સીરિઝમાં બતાવાયા છે. લોકો જાતે કરીને લાગણી દુભાવવાના પ્રયાસો બદલ નેટફ્લિકસની ઝાટકણી કાઢી રહ્યાં છે અને આ આતંકીઓના સાચા નામ જ રજૂ કરવા વિરોધ કરી રહ્યાં છે.

Trouble mounts for 'IC 814: The Kandahar Hijack' PIL filed in Delhi High  Court to ban the web series – India TV

આતંકવાદીઓ મુસ્લિમ હતા અને તેમના સાચા નામ ઈબ્રાહિમ અખ્તર, શાહિદ અખ્તર સૈયદ, સની અહમદ કાઝી, મિસ્ત્રી ઝહૂર ઈબ્રાહિમ અને શાકિર હતા. વિવાદ પછી, સરકારે નેટફ્લિકસ હેડને બોલાવ્યા અને હવે OTT પ્લેટફોર્મ ફેરફારો માટે તૈયાર છે.

Netflix Logo Sticker - Netflix Logo - Discover & Share GIFs

નેટફ્લિક્સ સામે યુઝર્સનો ગુસ્સો સાતમા આસમાને છે. સીરિઝ વિરૂદ્ધ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે, જેમાં ‘IC ૮૧૪: ધ કંધહાર હાઇજેક’ પર પ્રતિબંધ મૂકવાની માગ થઈ છે. અરજીમાં આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે અપહરણમાં સામેલ આતંકવાદીઓની વાસ્તવિક ઓળખ તોડી-મરોડીને બતાવવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *