હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૪ રિપોર્ટ મુજબ ભારતમાં ૧૫૩૯ અબજોપતિ છે, જેમા મુંબઇ ૩૮૬ અબજોપતિ સાથે એશિયાનું બિલિયોનર કેપિટલ બન્યું છે. જાણો ગુજરાતમાં કેટલા ધનિકો છે.
ભારતમાં અબજોપતિની સંખ્યા ચાલુ વર્ષે રોકેટ ગતિથી વધી રહી છે. આ સાથે ભારતનું મુંબઇ બેઇજિંગને પછાડી એશિયાનું સૌથી ધનિક શહેર બની ગયું છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૪ રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૨૩ દરમિયાન ભારતના અબજોપતિની યાદીમાં નવા ૯૪ ધનિક વ્યક્તિઓ ઉમેરાયા છે અને આ મામલે અમેરિકા બાદ ભારત બીજા ક્રમે છે. આ રિપોર્ટ અનુસાર ભારતના અબજોપતિઓ એ સંયુક્ત રીતે કૂલ ૧ લાખ કરોડ ડોલરની કમાણી કરી છે, જે કુલ વૈશ્વિક સંપત્તિના ૭ % બરાબર છે.
એશિયાના અબજોપતિ શહેરની યાદીમાં મોટો ફેરફાર થયો છે. જેમાં ચીનની રાજધાની બેઇજિંગને પછાડી ભારતનું આર્થિક પાટનગર મુંબઇ એશિયાનું બિલિયોનર કેપિટલ બની ગયું છે. રિચેસ્ટ સિટી એટલે જ્યાં સૌથી વધારે અબજોપતિ રહે છે. હુરુન ઈન્ડિયા રિપોર્ટ મુજબ મુંબઇ હવે દુનિયાનું ત્રીજું સૌથી ધનિક શહેર બની ગયું છે.
ભારતમાં અબજોપિતન સંખ્યા ઝડપથી વધી રહી છે. હુરુ ઇન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૪ રિપોર્ટ અનુસાર ભારતમાં છેલ્લા એક વર્ષમાં ૩૩૪ નવા અબજોપતિ ઉમેરાયા છે. આ સાથે ભારતમાં અબજોપતિની કુલ સંખ્યા ૧૫૩૯ થઇ થઇ છે. જે વ્યક્તિની સંપત્તિ ૧૦૦૦ કરોડ કે તેથી વધુ હોય તેમને અબજોપતિની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ વખેત ગૌતમ અદાણીને પાછળ રાખી મુકેશ અંબાણી ભારતના નંબર ૧ અબજોપતિ બની ગયા છે.
ભારતના ટોચના ૧૦ સૌથી ધનિક શહેર
ક્રમ | ભારતીય શહેર | 2024માં અબજોપતિઓની સંખ્યા | શહેરમાં સૌથી ધનિક વ્યક્તિ |
1 | મુંબઈ | 386 | મુકેશ અંબાણી અને પરિવાર |
2 | નવી દિલ્હી | 217 | શિવ નાદર અને પરિવાર |
3 | હૈદરાબાદ | 104 | મુરલી દિવી અને પરિવાર |
4 | બેંગલુરુ | 100 | અઝીમ પ્રેમજી અને પરિવાર |
5 | ચેન્નાઈ | 82 | વેણુ શ્રીનિવાસન |
6 | કોલકાતા | 69 | બેનુ ગોપાલ બાંગુર અને પરિવાર |
7 | અમદાવાદ | 67 | ગૌતમ અદાણી અને પરિવાર |
8 | પુણે | 53 | સાયરસ એસ પૂનાવાલા અને પરિવાર |
9 | સુરત | 28 | અશ્વિન દેસાઈ અને પરિવાર |
10 | ગુરુગ્રામ | 23 | નિર્મલ કુમાર મિંડા અને પરિવાર |
મુંબઇમાં કુલ ૩૮૬ અબજોપતિ
એશિયાનું બિલિયોનર કેપિટલ મુંબઇમાં ચાલુ વર્ષે નવા ૫૮ અબજોપતિ ઉમેરાયા છે. આ સાથે મુંબઇમાં રહેતા અબજોપતિની કુલ સંખ્યા ૩૮૬ થઇ ગઇ છે. તો ભારતના પાટનગર દિલ્હીમાં ચાલુ વર્ષે નવા ૧૮ અબજોપતિ ઉમેરાયા છે. આ સાથે દિલ્હીમાં અબજોપતિની સંખ્યા ૨૧૭ થઇ ગઇ છે. ભારતના અબજોપતિ શહેરોની યાદીમાં હૈદરાબાદ ૧૦૩ ધનિક સાથે ત્રીજા નંબર છે, ત્યાં આ વર્ષે નવા ૧૭ બિલિયોનર્સ ઉમેરાયા છે.
ભારતના ટોચના ૧૦ સૌથી ધનિક રાજ્ય
ક્રમ | ભારતીય રાજ્ય | 2024માં અબજોપતિઓની સંખ્યા |
1 | મહારાષ્ટ્ર | 470 |
2 | દિલ્હી | 213 |
3 | ગુજરાત | 129 |
4 | તમિલનાડુ | 119 |
5 | તેલંગાણા | 109 |
6 | કર્ણાટક | 108 |
7 | પશ્ચિમ બંગાળ | 70 |
8 | હરિયાણા | 40 |
9 | ઉત્તર પ્રદેશ | 36 |
10 | રાજસ્થાન | 28 |
ગુજરાત ૧૨૯ અબજોપતિ સાથે ભારતનું ત્રીજા નંબરનું બિલિયોનર્સ સિટી
જો ગુજરાતની વાત કરીયે તો ૧૨૯ અબજોપતિ સાથે ભારતના બિલિયોનર્સ સિટીની યાદીમાં ત્રીજા નંબર છે. આ યાદીમાં મહારાષ્ટ્ર ૪૭૦ અબજોપતિ સાથે પ્રથમ નંબર પર અને ૨૧૩ ધનિકો સાથે દિલ્હી બીજા નંબર પર છે.
અમદાવાદમાં ૬૭ અને સુરતમાં ૨૮ અબજોપતિ
ગુજરાતમાં અમદાવાદ ધનિકોનું શહેર છે. અમદાવાદમાં ૬૭ અબજોપતિ છે, જેમા ગૌતમ અદાણી અને પરિવાર સામલે છે. તો સુરતમાં ૨૮ અબજોપતિ રહે છે. સુરતમાં એક વર્ષમાં નવો એક અબજોપતિ ઉમેરાયો છે. ભારતના ટોપ ૧૦ બિલિયોનર્સ સિટીમાં અમદાવાદ ૭ અને સુરત ૯ માં ક્રમે છે. બેંગ્લોર ૧૦૦ અબજોપતિ સાથે આ યાદીમાં ચોથા નંબર છે, જો કે છેલ્લા એક વર્ષમાં ત્યાં નવો એક પણ વ્યક્તિ અબજોપતિ ઉમેરાયો નથી.