અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત

ક્રાઉન પ્રિન્સ તરીકે શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનની પ્રથમ ભારત મુલાકાત

Abu Dhabi Crown Prince meets PM Narendra Modi in Delhi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનનું સ્વાગત કર્યું હતુ. બંને નેતાઓએ એકબીજાને હૂંફાળા આલિંગન અને હાથ મિલાવીને શુભેચ્છા પાઠવી હતી. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સહયોગના ઘણા ક્ષેત્રો પર ચર્ચા કરશે.

India and UAE ink MoUs on nuclear energy, petroleum during Crown Prince's Delhi visit | KEY TAKEAWAYS – India TV

બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સહયોગના ઘણા ક્ષેત્રો પર ચર્ચા થવાની છે. તમને જણાવી દઈએ કે ક્રાઉન પ્રિન્સ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. તેઓ ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા હતા.

H.H. Sheikh Khaled arrives in New Delhi on official visit - Dubai Eye 103.8 - News, Talk & Sports

ક્રાઉન પ્રિન્સ સાથે UAE સરકારના અનેક મંત્રીઓ અને એક બિઝનેસ ડેલિગેશન પણ હતું.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. ક્રાઉન પ્રિન્સ સાથે UAE સરકારના અનેક મંત્રીઓ અને એક બિઝનેસ ડેલિગેશન પણ છે. તેઓ મંગળવારે એક બિઝનેસ ફોરમમાં ભાગ લેવા માટે મુંબઈ જશે.

PM Modi, Abu Dhabi Crown Prince hold meeting, discussions to focus on bilateral ties

ક્રાઉન પ્રિન્સની મુલાકાત ભારત-UAE દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત અને UAE વચ્ચે ઐતિહાસિક રીતે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો છે. તાજેતરના વર્ષોમાં, ભારત અને UAE વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી રાજકારણ, વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, ઉર્જા, ટેકનોલોજી, શિક્ષણ અને સંસ્કૃતિ સહિતના ક્ષેત્રોની વિશાળ શ્રેણીમાં ઊંડી બની છે. ક્રાઉન પ્રિન્સની મુલાકાત ભારત-UAE દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે અને નવા અને ઉભરતા ક્ષેત્રોમાં ભાગીદારી માટેના માર્ગો ખોલશે.

India News, India News Live and Breaking News Today | Mid-day

વડાપ્રધાન મોદીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં UAEની મુલાકાત લીધી હતી

Visit of His Highness Sheikh Khaled bin Mohamed Al Nahyan, the Crown Prince of Abu Dhabi to India (September 9-10, 2024) - Diplomacyindia.com

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં UAEની મુલાકાત લીધી હતી. તેમણે UAEના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે ભારત-UAE દ્વિપક્ષીય સંબંધોની ચર્ચા કરી અને આઠ કરારોના આદાનપ્રદાનના સાક્ષી બન્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *