MP: એક જ યુવતી સાથે લગ્ન કરવા પહોંચ્યા સાત વરરાજા, ન સાસરીવાળા મળ્યાં ન દુલ્હન મળી…

મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાત વરરાજા એક જ દુલ્હન સાથે લગ્ન કરવા પહોંચ્યા હતા. પરંતુ આ સાતેય વરરાજાઓને પોતાની સાસરીવાળા મળ્યા કે ન તો લગ્ન કરાવનાર ના તો દુલ્હન મળી. જે પછી આ અંગેની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેથી પોલીસે લગ્ન કરાવનારી સંસ્થાના મેનેજર પર ફ્રોડનો કેસ દાખલ કર્યો છે. દરેક વરરાજા પાસેથી લગ્ન કરાવવાના નામે 20-20 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા.

ગરીબ છોકરીઓના લગ્નના નામે ઠગાઇ

મળતી માહિતી પ્રમાણે ભોપાલમાં શગુન જન કલ્યાણ સેવા સમિતિ નામની સંસ્થા લોકોના લગ્ન કરાવવાના નામ પર લાખોની છેતરપિંડી કરી છે. સમિતિએ 7 વરરાજાઓને એક જ દિવસે એટલે કે 25 માર્ચના લગ્ન કરાવવાનો વાયદો કર્યો હતો. સંસ્થા ગરીબ છોકરીઓના લગ્ન કરાવવાના બહાને છેતરપિંડીનું આખું એક ગ્રુપ ચલાવે છે. સાથે જ છોકરીને પણ છોકરાઓ બતાવવામાં આવતા હતા. આ માટે સંસ્થા છોકરાવાળાઓ પાસેથી 20 હજાર રૂપિયા પણ વસૂલતી હતી. જ્યારે વાત લગ્ન સુધી પહોંચતી ત્યારે તેઓ છોકરીના પરિવારવાળાઓને કહી દેતા કે છોકરીએ લગ્ન માટે ના કહી દીધી છે.

વરરાજાએ જાન લઇને આટાંફેરા માર્યા

જેથી સાત વરરાજા નક્કી કરેલી તારીખે જાન લઇને નક્કી કરેલી જગ્યા પર પહોંચતા તો તેમને તાળા લાગેલા જોવા મળ્યા હતા. હકીકતમાં ગુરુવારે સૌથી છેલ્લે ભિંડના રહેવાસી કેશવ બઘેલ જાન લઇને પહોંચ્યા હતા. કલાકો સુધી આજુબાજુ આટાફેરા કર્યા પછી કેશવ પોતાના પરિજનો સાથે કોલાર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવા પહોંચ્યા. પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ કેશવને પોલીસે જણાવ્યું કે, આ જ પ્રકારના કેસમાં 6 વરરાજા પહેલાથી પોલીસ સ્ટેશનમાં બેઠા છે. તમામ લોકો ફરિયાદ કરવા જ આવ્યા છે.

પેમ્ફલેટ વેચીને લોકોનું ધ્યાન આકર્ષિત કરતા

પોલીસે આ મામલાની જાણકારી આપતા જણાવ્યું કે, શહેરની એક સંસ્થા શગુન જન કલ્યાણ સેવા સમિતિ નામે સાત અલગ અલગ લોકો તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં લગ્ન કરાવવાના નામે છેતરપિંડી કરવામાં આવી છે. પોલીસના પ્રમાણે આ સંસ્થા શહેરો, નાના ગામોમાં પેમ્ફલેટ વેચીને લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરતી હતી. જે બાદ તમામ કોલરને પોતાની ઓફિસમાં બોલાવતી હતી. ત્યાં એવું જણાવતા હતા કે, અમે ગરીબ દીકરીઓનું લગ્ન કરાવીએ છીએ.

આ લોકો છે માસ્ટર માઇન્ડ

ભિંડ નિવાસી કેશવ પણ જાન્યુઆરી 2021માં ત્યાં પહોંચ્યો હતો. આ દરમિયાન તેને એક 25 વર્ષીય યુવતી બતાવવામાં આવી હતી. જે બાદ લગ્નની તારીખ નક્કી થઈ. રોશની નામની મહિલાએ યુવતીને પોતાની પુત્રી ગણાવી. 20 હજાર રૂપિયા લઇ લગ્ન નક્કી કરવામાં આવ્યા. 25 માર્ચે જ્યારે વરરાજા જાન લઇને પહોંચ્યા તો સંસ્થાના બધા લોકોના ફોન બંધ મળ્યા. કહેવામાં આવી રહ્યું છે કે, આ કામમાં માસ્ટર માઈન્ડ રિંકૂ, કુલદીપ અને રોશની તિવારી છે. જેમને બીજા કેટલાક લોકો પણ મદદ કરતા હતા. યુવકોને દેખાડવા માટે ગરીબ ઘરની યુવતીઓ શોધતા હતા, તેમને ખોટું બોલતા હતા કે, સારા ઘરમાં લગ્ન કરાવી દેશે. સંસ્થામાં યુવતીને વર દેખાડવાના બહાને બોલાવવામાં આવતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *