ઘી તમામ તેલમાં સૌથી આરોગ્યપ્રદ ફુડ માનવામાં આવે છે. વ્યક્તિ દરરોજ ૧ થી ૨ ચમચી ઘીનું સેવન કરવું જોઇએ, શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓનો ઇલાજ થાય છે.
આયુર્વેદ અનુસાર જો તમે સૌથી પ્રખ્યાત સુપરફૂડની વાત કરો તો તે ઘી છે. ઘી ને બધા તેલમાં સૌથી આરોગ્યપ્રદ ફુડ માનવામાં આવે છે. ઘી લગભગ તમામ ઘર માં હોય છે જેનો ઉપયોગ પૂજા અને હવનમાં પણ થાય છે. ઘી એક સુપર ફેડ છે જે વિટામિન એ, વિટામિન ઇ, વિટામિન કે ૨ ની સાથે ઘીમાં કેલ્શિયમ અને ઓમેગા ૩ જેવા ખનિજોથી ભરપૂર છે. લોકો શાકભાજીમાં અને રોટલી પર લગાડી ઘીનું સેવન કરે છે. સામાન્ય વ્યક્તિએ રોજ ૧ થી ૨ ચમચી ઘીનું સેવન કરવું જોઇએ, શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓનો ઇલાજ થાય છે.
ભારતીય યોગગુરુ, લેખક, સંશોધક અને ટીવી પર્સનાલિટી ડો.હંસા યોગેન્દ્રના જણાવ્યા અનુસાર, જો તમે દરરોજ એક થી બે ચમચી ઘીનું સેવન કરો છો, તો તમારું પાચન સ્વસ્થ રહે છે. ઘીનું સેવન કરવાથી પાચનતંત્ર સુધરે છે અને કબજિયાત દૂર થાય છે. ઘીમાં તંદુરસ્ત ચરબી હોય છે જે ત્વચાને નરમ અને ચમકદાર બનાવે છે.
ઘીનું સેવન કરવાથી એનર્જી વધે છે. તંદુરસ્ત ચરબીથી ભરપૂર એક ચમચી ઘીનું સેવન કરવાથી તમારા શરીરમાં નબળાઇ અને થાક દૂર થાય છે. હાડકાં મજબૂત બનાવવા માટે ઘીનું સેવન જાદુઈ અસર કરે છે. ઘીમાં વિટામિન K૨ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આવો આપણે એક્સપર્ટ પાસેથી જાણીએ કે રોજ ઘીના સેવનથી શરીર પર કેવી અસર થાય છે.
પાચનક્રિયાને તંદુરસ્ત બનાવે છે
ઘીમાં એવા ગુણધર્મો છે જે તમારા પાચનમાં સુધારો કરી શકે છે. ઘીનું સેવન કરવાથી પેટનું અંદરનું પડ રિપેર થાય છે. તે આંતરડાની સમસ્યાઓ દૂર કરવામાં ઉપયોગી છે. રોજ સવારે એક ચમચી ઘીનું સેવન કરવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે.
હૃદય સ્વસ્થ રાખે છે
ઘીનું સેવન કરવાથી તમારું હૃદય પણ સ્વસ્થ રહે છે. ઘીમાં મોનોઅનસેચ્યુરેટેડ ઓમેગા ૩ હોય છે, જે રિફાઇન્ડ ઓઇલ કરતાં વધુ સારું છે. જો તમે તમારા હૃદયની તંદુરસ્તી સુધારવા માંગતા હો, તો તમારે દરરોજ એક ચમચી ઘી લેવું જોઈએ. ઘીમાં રહેલી હેલ્ધી ચરબી હૃદયની તંદુરસ્તી માટે સારી ગણાય છે, પરંતુ તેનું સેવન સંતુલિત માત્રામાં કરવું જોઈએ.
બળતરામાં રાહત આપે છે
ઘીમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે. રોજ ઘીનું સેવન કરવાથી શરીરમાં સોજાને કંટ્રોલ કરી શકાય છે.
ડાયાબિટીસ દર્દી સેવન કરી શકે છે
ડાયાબિટીસના દર્દીઓ એન્ટી ઓક્સિડેન્ટ ગુણથી ભરપૂર ઘીનું સેવન પણ કરી શકે છે. આ અન્ય ખાદ્ય તેલની તુલનામાં વધુ સારો ખોરાક છે, જે રGતમાં શુગરનાં સ્તરને પણ સામાન્ય રાખે છે.
ત્વચા સ્વસ્થ રાખે છે
ઘીનું સેવન કરવાથી ત્વચા ચમકદાર બને છે અને ત્વચાને ભરપૂર પોષણ મળે છે. ઘીમાં આશ્ચર્યજનક ફેટી એસિડ્સ હોય છે જે ત્વચાને શુષ્ક વાતાવરણમાં મોઇશ્ચરાઇઝ્ડ રાખે છે. જો તમે ઇચ્છો છો કે તમારી ત્વચા સ્વસ્થ રહે તો તમે રોજ ઘીનું સેવન કરી શકો છો.