તારીખ ૧૧/૦૯/૨૦૨૪ ને બુધવારના રોજ શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળામાં ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળાના પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ તેમજ અન્ય ટ્રસ્ટી મંડળ શ્રીસુધીરભાઈ પટેલ તેમજ યોગેશભાઈ જોષી અને માધ્યમિક વિભાગના આચાર્યાબહેનશ્રી ટીનાબેન દ્વારા ગણપતિજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગણપતિ દાદાની પૂજા અને આરતી, થાળ પણ કરવામાં આવ્યો હતો.
નાના નાના બાળકોએ ગણપતિજીનું સુંદર મજાનું નાટક અને “ઓ માય ફ્રેન્ડ ગણેશા” ગીત ઉપર સુંદર નૃત્ય કર્યું હતું. ગણપતિજીના અવતારનું સુંદર વર્ણન કરી બાળકોમાં માતા-પિતા પ્રત્યે પ્રેમ અને સંસ્કારનું સિંચન થાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.