વોલ્વો બસમાં એરક્રાફ્ટ અને સબમરીન જેવી મળશે સુવિધા.
રાજ્ય વાહન વ્યવહાર દ્વારા અદ્યતન ટેક્નોલોજી વાળી ૨૦ નવી વોલ્વો બસોનું ગાંધીનગર ખાતે લોકાપર્ણ કરવામાં આવ્યું છે. જેમાં મુસાફરોની ખાસ વ્યવસ્થા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર સેફ્ટી, મહિલાઓની સુરક્ષા સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં મુસાફરી દરમિયાન મહિલા સાથે કોઈ બનાવ બને તો બસમાં આપેલું બટન દબાવવાથી નજીક પોલીસ સ્ટેશનને જાણ થાય છે.
૪૭ સિટીંગ કેપીસીટી વાળી નવી વોલ્વો બસમાં ખાસ સીટ, સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટી, સ્મોક ડિટેક્ટર એલાર્મ, મોબાઈલ ચાર્જિંગ, એલ.ઈ.ડી ટીવી સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
હર્ષ સંઘવીએ શું કહ્યું?
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ‘આ નવી બસ દેશની સૌથી સુરક્ષિત બસ છે. જેમાં એરફોર્સના એરક્રાફ્ટ અને નેવીની સબમરીન જેવી જ ફાયર સેફ્ટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફાયર સેફ્ટીમાં ફાયર ડિટેક્શ-અલાર્મ, ફાયર પ્રોટેક્શન સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.’